RCB સામે હાર પછી ગુજરાત ટાઇટન્સની મુસીબત વધી, પ્લેઓફની આશા હવે આ ગણિત પર નિર્ભર!

PC: BCCI

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2024માં પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. શનિવારે, 4 મેના રોજ, IPL 2024ની 52મી મેચમાં, રોયલ ચેલેન્જર્સે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને સરળતાથી 4 વિકેટથી હરાવ્યું હતું. પરંતુ આ હાર પછી ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની રેસને લઈને મુશ્કેલીમાં છે.

ગુજરાત ટાઇટન્સ હવે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની જેમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. માત્ર 11 મેચોમાં 4 જીત અને -1.320ના ખરાબ નેટ રન રેટ સાથે, તેમના માટે આગળનો રસ્તો ખૂબ મુશ્કેલ બની ગયો છે. જો ગુજરાત ટાઇટન્સ તેની બાકીની તમામ મેચો જીતે અને 14 પોઈન્ટ મેળવે તો પણ તેમનો ખરાબ નેટ રન રેટ તેમની પ્લેઓફની આશાઓને બરબાદ કરી શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, આ મેચ હાર્યા પછી ગુજરાત ટાઇટન્સ હવે પોઈન્ટ ટેબલમાં 8માથી ખસકીને નીચે 9મા ક્રમે ઉતરી ગઈ છે.

મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં શુભમન ગિલે કહ્યું, 'બહુ બધું વિકેટ પર નિર્ભર કરતુ હોય છે. તમે શરૂઆતની ઓવરો જોઈને અંદાજ લગાવી શકો છો, કે કેવી રીતે રમી શકાય છે. મને લાગે છે કે આ વિકેટ પર 170-180 રનનો સ્કોર સારો હોત. પાવરપ્લેમાં અમારી બેટિંગ અને બોલિંગને કારણે ફરક પડ્યો, જો અમે વહેલી વિકેટ ગુમાવી ન હોત તો અમારી પાસે બોલિંગનો બીજો વિકલ્પ હોત. તે સરળ નથી. અમારે આગામી મેચથી નવી શરૂઆત કરવી પડશે અને ભૂલોનું પુનરાવર્તન નહીં કરવું પડશે. બસ હવે એક માત્ર પ્રયાસ શક્ય તેટલી વધુ મેચ જીતવાનો છે.

ગુજરાત ટાઇટન્સ પાસે હજુ ત્રણ મેચ રમવાની બાકી છે. 10 મેના રોજ તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. IPL 2024ની આ 59મી મેચ છે. 13 મેના રોજ મેદાનમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. IPL 2024ની આ 63મી મેચ છે. આ પછી IPL 2024ની 66મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. જે 16મી મેના રોજ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp