પાકિસ્તાન પછી આ દેશના ખેલાડીઓનો પણ IPLમાંથી સફાયો?

PC: ICC

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની મેગા હરાજી સોમવારે (25 નવેમ્બર) સાઉદી અરેબિયાના જેદ્દાહમાં સમાપ્ત થઈ. બે દિવસ સુધી ચાલેલી આ મેગા ઓક્શનમાં 10 ટીમોએ 639.15 કરોડ રૂપિયા ખર્ચીને કુલ 182 ખેલાડીઓને ખરીદ્યા હતા.

આ વખતે જ્યાં રિષભ પંત અને શ્રેયસ અય્યરે ઈતિહાસ રચ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ તેને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ રીતે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર બની ગયો છે. બીજા નંબરનો સૌથી મોંઘો ક્રિકેટર શ્રેયસ હતો, જેને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો હતો.

બીજી તરફ એક એવો દેશ પણ સામે આવ્યો છે, જેના કોઈ ખેલાડી વેચાયા ન હતા. મોટી વાત તો એ છે કે, આ દેશના 12 ખેલાડીઓએ હરાજીમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ 2 ખેલાડીઓ સિવાય બીજા કોઈનું નામ પણ બોલી માટે લેવામાં આવ્યું ન હતું.

આ રીતે એમ કહી શકાય કે, આ દેશને પણ 'ચુપચાપ' રીતે બાજુ પર કરી દીધો હતો. અમે બાંગ્લાદેશની વાત કરી રહ્યા છીએ, જ્યાં સત્તાપલટો થયા પછી હિન્દુઓ પર અત્યાચારનો મુદ્દો વધુ ઘેરો બની રહ્યો છે. હાલમાં જ બાંગ્લાદેશમાં હિંદુ પૂજારી અને ઈસ્કોનના પૂર્વ વડા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે હોબાળો મચી ગયો છે.

આ દરમિયાન, IPL મેગા ઓક્શન આવી, જેમાં 12 બાંગ્લાદેશી ક્રિકેટરોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આમાં માત્ર મુસ્તફિઝુર રહેમાન અને રિશાદ હુસૈનનું નામ જ બોલી માટે સામે આવ્યું હતું, પરંતુ તેમને કોઈએ ખરીદ્યા ન હતા.

બાકીના 10 ખેલાડીઓમાં લિટન દાસ, તસ્કીન અહેમદ, શાકિબ અલ હસન, મેહદી હસન મિરાજ, શોરીફુલ ઈસ્લામ અને તનઝીમ હસન શાકિબ જેવા સ્ટાર્સ પણ સામેલ છે. પરંતુ આમાંથી એક પણ નામ હરાજીમાં પહોંચી શક્યું નથી. કોઈએ તેમને ખરીદ્યા નથી.

આ રીતે કહી શકાય કે પાકિસ્તાન પછી હવે બાંગ્લાદેશ પણ IPLમાંથી સાઇડલાઈન થઈ રહ્યું છે. જો આવું જ ચાલતું રહ્યું તો, ભવિષ્યમાં બાંગ્લાદેશી ક્રિકેટરો પણ IPLમાંથી બહાર થઈ જવાનો ખતરો બની શકે છે. આ લિસ્ટ દ્વારા જાણો, કયા બાંગ્લાદેશી ખેલાડી કયા બેઝ પ્રાઈસ સાથે IPLની હરાજીમાં ઉતર્યા હતા.

IPL મેગા ઓક્શનમાં ઉતરનારા બાંગ્લાદેશી ક્રિકેટરો: મુસ્તાફિઝુર રહેમાન (અનસોલ્ડ)-બેઝ પ્રાઈસ (INR)-2 કરોડ, તસ્કીન અહેમદ-બેઝ પ્રાઈસ (INR)-1 કરોડ, શાકિબ અલ હસન-બેઝ પ્રાઈસ (INR)-1 કરોડ, મેહદી હસન મિરાજ-બેઝ પ્રાઈસ(INR)-1 કરોડ, શોરીફુલ ઈસ્લામ-બેઝ પ્રાઈસ(INR)-75 લાખ, તનઝીમ હસન સાકિબ-બેઝ પ્રાઈસ(INR)-75 લાખ, મેહદી હસન-બેઝ પ્રાઈસ (INR)-75 લાખ, નાહીદ રાણા-બેઝ પ્રાઈસ (INR)-75 લાખ, રિશાદ હુસૈન (અનસોલ્ડ)-બેઝ પ્રાઈસ (INR)-75 લાખ, લિટન દાસ-બેઝ પ્રાઈસ (INR)-75 લાખ, તૌહીદ હૃદોય-બેઝ પ્રાઈસ (INR)-75 લાખ, હસન મહમૂદ-બેઝ પ્રાઈસ (INR)-75 લાખ.

અહીં તમને જણાવી દઈએ કે, IPLની પ્રથમ સિઝન 2008માં રમાઈ હતી. તે સમયે પાકિસ્તાનના કુલ 11 ખેલાડીઓ IPLમાં રમ્યા હતા. 2008ની IPL સિઝન પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા નહોતા અને રાજકીય તણાવને કારણે પાકિસ્તાની ખેલાડીઓને IPLમાં તક આપવામાં આવી ન હતી. આ રીતે, પાકિસ્તાની ખેલાડીઓને પહેલી અને છેલ્લી વખત IPL સિઝન એટલે કે 2008ની સિઝનમાં તક મળી.

IPLની પ્રથમ સિઝનમાં 11 પાકિસ્તાની ખેલાડીઓએ ધમાલ મચાવી હતી. આ ખેલાડીઓ છે સલમાન બટ્ટ, શોએબ અખ્તર, મોહમ્મદ હાફીઝ, ઉમર ગુલ, કામરાન અકમલ, યુનિસ ખાન, સોહેલ તનવીર, મોહમ્મદ આસિફ, શોએબ મલિક, શાહિદ આફ્રિદી અને મિસ્બાહ ઉલ હક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp