રોહિત અને વિરાટ પણ થશે T20 વર્લ્ડ કપથી બહાર? જાણો કેવી રીતે પસંદ થશે ભારતીય ટીમ
ભારતીય ટીમે પોતાની આગામી સીરિઝ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાની છે. 3 મેચોની T20 સીરિઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ એટલે કે આજે રમવાની છે, પરંતુ આ વર્ષે જૂનમાં ભારતે ટીમે T20 વર્લ્ડ કપ પણ રમવાનો છે. આ મોટા ટૂર્નામેન્ટ અગાઉ ભારતીય ટીમની આ અંતિમ T20 સીરિઝ છે. ત્યારબાદ ટીમે પોતાના ઘરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની છે.
પછી ભારતીય ખેલાડીઓએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પણ રમવાની છે. ત્યારબાદ ભારતીય ટીમ સીધી T20 વર્લ્ડ કપમાં ઉતરશે. આ ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં રમાશે, પરંતુ વર્લ્ડ કપને લઈને ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે અફઘાનિસ્તાન વિરુદ્ધ મોહાલી T20 મેચથી એક દિવસ અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વર્લ્ડ કપને લઈને આ સીરિઝથી વધુ મહત્ત્વપૂર્ણ IPL રહેવાની છે.
IPLના પ્રદર્શનના આધાર પર જ વર્લ્ડ કપ માટે ટીમનું સિલેક્શન થશે. ભારતીય ટીમે જૂનમાં T20 વર્લ્ડ કપ રમવાનો છે અને એ અગાઉ હવે આ અંતિમ T20 સીરિઝ રમવાની છે. એવામાં વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના સિલેક્શનને લઈને IPLમાં ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ઉલ્લેખનીય છે કે IPL માર્ચ અને મે વચ્ચે રમાશે. દ્રવિડના આ નિવેદનથી એ પણ સમજી શકાય છે કે જો IPLમાં રોહિત અને વિરાટ પોતાનું ફોર્મ સાબિત ન કરી શક્યા તો તેમને પણ બહાર કરી શકાય છે. રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલમાંથી કોઈ કેપ્ટન્સી સંભાળી શકે છે.
એવું હાલમાં જ જોવા પણ મળ્યું છે. હાર્દિક અને રાહુલની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવે પણ ટીમની કેપ્ટન્સી સંભાળી છે. આગામી T20 વર્લ્ડ કપ 1 જૂનથી લઈને 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં રમશે. 20 ટીમોવાળું આ ટૂર્નામેન્ટ કુલ નોકઆઉટ સહિત કુલ 3 સ્ટેજમાં રમાશે. બધી 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેચવમાં આવશે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમો સુપર-8માં એન્ટ્રી કરશે. ત્યારબાદ ફરી બધી 8 ટીમોને 4-4ના 2 ગ્રુપમાં વહેચવામાં આવશે.
સુપર-8 સ્ટેજમાં બંને ગ્રુપની 2-2 ટોપ ટીમો સેમીફાઇનલમાં એન્ટ્રી કરશે. 2 સેમીફાઇનલ મેચોના માધ્યમથી 2 ટીમો ફાઇનલમાં જગ્યા બનાવશે. પહેલી મેચ 1 જૂન કેનેડા અને અમેરિકા વચ્ચે થશે, જ્યારે ફાઇનલ મેચ 29 જૂનના રોજ બાર્બાડોસમાં રમશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 5 જૂનના રોજ આયરલેન્ડ વિરુદ્ધ રમશે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 9 જૂન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp