વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની હાર પછી કપિલ દેવે કહ્યું, ભૂલીને આગળ વધો
ICC મેન્સ વન-ડે વર્લ્ડકપમાં એક સાથે 10 મેચો જીત્યા પછી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ મેચમાં હારી ગઇ હતી. ટીમ ઇન્ડિયાના સપોર્ટમાં કપિલ દેવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ભૂલીને આગળ વધો.
1983નો વર્લ્ડકપ જીતનારા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવને મીડિયાએ સવાલ પુછ્યો કે, ટીમ ઇન્ડિયા નિરાશ છે તેમના માટે શું કહેશો? તો કપિલ દેવે જવાબ આપતા કહ્યુ હતું કે, ખેલાડીઓએ આગળ વધવું પડશે. એક હાર મળી તો તેને આખી જિંદગી સાથે લઇને ચાલી શકાય નહીં. જે થયું તેને હવે બદલી શકાય તેન નથી. તમે સખત મહેનત કરો અને આગળ વધતા રહો. કપિલ દેવે કહ્યુ કે, વર્લ્ડકપમાં ઓવરઓલ ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ઘણું સારું રહ્યુ હતું. ભલે ફાઇનલ ન જીત્યા, પરંતુ આપણે આ ભૂલ પરથી શું શીખી શકીએ તેના પર ભારતીય ખેલાડીઓએ વિચાર કરવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp