હાર બાદ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કરી દિલ જીતનારી વાત

PC: twitter.com

ન્યૂઝીલેન્ડ સામે ભારતે સેમિફાઇનલમાં ભવ્ય જીત મેળવી. ભારતીય ફેન્સને જેટલી ખુશી ભારતની જીતની છે, તેટલી નિરાશા ન્યૂઝીલેન્ડની હારની છે. કારણ કે ન્યૂઝીલેન્ડની ટીમ અને ખાસ કરીને તેનો કેપ્ટન કેન વિલિયમસન ભારતીય ફેન્સમાં ફેવરિટ રહ્યા છે. વિલિયમસન મેચ ભલે હારી ગયો હોય, પરંતુ તેણે મેચ બાદ દિલ જીતનારી વાત કરી હતી.

કેન વિલિયમસને મેચ બાદ કહ્યું હતું કે, સૌથી પહેલા હું ભારતને શુભેચ્છા આપવા માગું છું. તેણે આ આખી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું. તેમણે આજે પોતાની શ્રેષ્ઠ રમત બતાવી. તે ટોપ ટીમ છે અને ટોપ ક્રિકેટ તેમણે રમ્યું. અમને ખુશી છે કે અમે અંત સુધી લડ્યા, પરંતુ દુખ એ વાતનું પણ છે કે અમે ફરીએકવાર નોકઆઉટ સ્ટેજથી બહાર થઈ ગયા. અમે પ્રયાસ કર્યો, પણ ભારત જેવી ટોપ ક્લાસ ટીમથી પાછળ રહ્યા.

વિલિયમસને વધુમાં કહ્યું કે, ભારતના વર્લ્ડ ક્લાસ બેટ્સમેનોએ આવીને તેમનું જબરદસ્ત પ્રદર્શન બતાવ્યું. જે કારણે તે 400 રન સુધી પહોંચ્યા હતા. આ સ્કોરને ચેઝ કરવો મુશ્કેલ હતો, કારણ કે બોલ ખૂબ મૂવ કરી રહ્યો હતો અને ટીમ ઈન્ડિયાને એ વાતનું પણ શ્રેય જાય છે કે, તેમણે અમને કોઈ તક ન આપી. અહિયાના ફેન્સ શાનદાર છે, પરંતુ થોડા એકતરફા હતા. અહિયા હોવું ખૂબ સ્પેશિયલ છે અને ભારતની મેજબાનીથી ખૂબ ખુશ છું.

સેમિફાઇનલમાં ભારત સામે હાર પછી ન્યૂઝીલેન્ડ મીડિયાએ પીચનો વિવાદ ઉભો કર્યો

ICC મેન્સ વર્લ્ડકપની બુધવારે મુંબઇના વાનખેડે સ્ટેડીયમ પર રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઇનલમાં ભારત સામે હાર મળ્યા પછી ન્યૂઝીલેન્ડનું મીડિયા ભારત પર તુટી પડ્યું છે. વાનખેડેની પીચનો મુદ્દો ઉઠાવીને અખબારો તપાસ કરાવવાની માંગ કરી છે. જો કે કેટલાંક અખબારોએ મોહમંદ શામી અને કોહલીના ભરપેટ વખાણ પણ કર્યા છે.

બુધવારે વાનખેડે પર ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી દીધી હતી. આ મેચને લઇને ભારતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો બીજી તરફ ન્યૂઝીલેન્ડના મીડિયામાં સેમી ફાઇનલને લઇને ભારે ચર્ચા છે.

ન્યૂઝીલેન્ડના કેટલાંક મીડિયામાં મેચ પહેલા પીચ બદલવાના નિર્ણય સામે હંગામો મચાવવામાં આવી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડની મીડિયા કંપની Stuffએ તેના એક અહેવાલમાં લખ્યું છે કે મુંબઈમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને છેલ્લી ક્ષણે બદલાયેલી પીચ પર હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ભારતીય ટીમ પિચ વિવાદમાં ઘેરાયેલી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સેમી ફાઈનલ નવી પીચ પર રમવાની હતી, પરંતુ સોમવારે મેચ એવી પીચ પર રમાઈ હતી જેનો પહેલા બે વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પક્ષપાતનો વિવાદ શરૂ થયો હતો.

ICCની દેખરેખ હેઠળ સ્થાનિક ગ્રાઉન્ડ અધિકારીઓ પિચની તૈયારી અને પસંદગીનો હવાલો સંભાળે છે.

ન્યૂઝીલેન્ડની ન્યૂઝ વેબસાઈટે પિચ વિવાદ પર ICCના સત્તાવાર નિવેદનનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પિચમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને સેમિફાઈનલ દરમિયાન પિચમાં જે ફેરફારો થયા છે તેનાથી ICC વાકેફ હતું.

ન્યઝીલેન્ડના એખબાર ધ પોસ્ટે હેડીગ માર્યું છે કે ‘બ્લેક કેપ્સે લડત આપી, પણ હારી ગયું, કારણકે ભારતની જબરદસ્ત સફળતા યથાવત છે.

ધ પોસ્ટે છેલ્લી ક્ષણે પિચ બદલવા પર પણ ટિપ્પણી કરી છે. અખબારે લખ્યું, વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલની તૈયારીના અંતિમ તબક્કામાં, મુંબઈમાં પિચની પસંદગી હાવી રહી. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મેચ 20.12 મીટરની નવી પીચ પર રમાશે પરંતુ મેચ એ જ પીચ પર થઈ કે જેના પર બે મેચ રમાઈ ચૂકી છે. પીચ પર સૌથી તાજેતરની મેચ 2 નવેમ્બરના રોજ રમાઈ હતી. જેની તપાસ થવી જોઇએ.

ન્યૂઝીલેન્ડના એક અખબારે ઇંગ્લેડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનને ટાંકીને લખ્યું છે. ક્રિક્રેટરે કહ્યુ કે, હું નથી માનતો કે સેમી ફાઇનલની મેચમાં એક વખત ઉપયોગમાં લેવાયેલી પીચ પર મેચ રમવી જોઇએ. ભારત એક મજબુત ટીમ છે, તેણે પીચને લઇને આટલી ચિંતા કરવાની જરૂર નહોતી.

ન્યૂઝીલેન્ડના અખબાર ઓટાગો ડેલી ટાઇમ્સે લખ્યું કે ભારતે ન્યૂઝીલેન્ડના વર્લ્ડકપમાંથી બહાર કરી દીધું. ભારતે ન્યૂઝીલેન્ડ સામેનો બદલો પુરો કરી દીધો છે.

ન્યૂઝીલેન્ડના હેરાલ્ડ અખબારે શામીના ભરપેટ વખાણ કર્યા છે. શામીએ 57 રન આપીને 7 વિકેટ ઝડપી અને કિવી ટીમને વેરવિખેર કરી નાંખી.

જો કે મુંબઇના વાનખેડે પર સેમી ફાઇનલ પહેલા પીચ બદલવાના વિવાદ પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિક્રેટર સુનીલ ગાવસ્કરે બધાની બરાબરની ઝાટકણી કાઢી છે. ગાવસ્કરે કહ્યુ કે, વિવાદ કરનારા હવે અટકી જાય. ભારત પર ખોટો આરોપ લગાવવાનું બંધ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp