'પહેલી હાર પછી અમે...' શ્રેણી 4-1થી જીત્યા પછી કેપ્ટન ગિલે કોના વખાણ કર્યા

PC: sports.ndtv.com

ભારતીય યુવા ટીમના કેપ્ટન શુભમન ગિલે રવિવારે કહ્યું કે, પુનરાગમન કરવાની ભૂખ અને પરિસ્થિતિઓને અનુકૂળ કરવાની ક્ષમતાએ તેમને શ્રેણીની પ્રથમ મેચમાં હાર પછી ઝિમ્બાબ્વે સામેની બાકીની ચાર મેચ જીતવામાં મદદ કરી. પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને ઝિમ્બાબ્વેએ 13 રને પરાજય આપ્યો હતો. પરંતુ મહેમાન ટીમે વાપસી કરીને શ્રેણી 4-1થી જીતી લીધી હતી.

પાંચમી અને અંતિમ T20 મેચમાં 42 રનની જીત પછી ગિલે કહ્યું, 'મને લાગે છે કે પ્રથમ મેચ હાર્યા પછી અમે જે ભૂખ દેખાડી હતી તે શાનદાર હતી. જ્યારે અમે અહીં આવ્યા ત્યારે દરેક જણ નેટમાં વધુ પ્રેક્ટિસ કરી શક્યા ન હતા. અમે સંજોગોને અનુરૂપ ન હતા. જે રીતે અમે અમારી જાતને ત્યાંની પરિસ્થિતિને અનુકૂળ બનાવ્યા તે ખુબ અદભુત હતું.'

જીત પછી કેપ્ટાન ગિલે કહ્યું, 'તે એક શાનદાર શ્રેણી હતી. પ્રથમ મેચમાં હાર પછી અમારી ભૂખ વધી ગઈ હતી. ઘણા ખેલાડીઓએ લાંબી મુસાફરી કરી હતી અને થાકી ગયા હતા, ઉપરાંત તેઓને ત્યાંની પરિસ્થિતિઓથી અજાણ હતા. ત્યાર પછી તેઓએ જે રીતે પરિસ્થિતિઓ અનુસાર પોતાને અનુકૂળ બનાવ્યા તે અદ્ભુત હતું, હું એશિયા કપ માટે એકવાર શ્રીલંકા ગયો હતો, ત્યાં જઈને પ્રદર્શન કરવા માટે અમે ઉત્સુક છીએ.' અહીં તમને જણાવી દઈએ કે, હવે ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જશે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો વચ્ચે 3 T20 અને 3 ODI મેચોની શ્રેણી રમાશે. T-20 શ્રેણી 27 જુલાઈથી શરૂ થશે.

'પ્લેયર ઓફ ધ સિરીઝ' વોશિંગ્ટન સુંદરે કહ્યું કે, પિચની ગતિ અને ઉછાળે શરૂઆતમાં ભારતીય બેટ્સમેનોને આશ્ચર્યચકિત કર્યા, જેના કારણે તેઓ પ્રથમ મેચ હારી ગયા. તેણે કહ્યું કે, આ શ્રેણીની જીતથી શ્રીલંકા સામે આગામી સફેદ બોલની શ્રેણી માટે ટીમનો આત્મવિશ્વાસ વધશે. ભારત 27 જુલાઈથી શ્રીલંકા સામે છ મેચોની શ્રેણી રમશે, જેમાં ત્રણ T-20 અને તેટલી જ વનડે મેચોનો સમાવેશ થાય છે.

સુંદરે કહ્યું, 'જીત સાથે શ્રેણી સમાપ્ત કરવી સારી વાત છે. પ્રથમ મેચ પછી મને લાગ્યું કે પરિસ્થિતિ દક્ષિણ આફ્રિકા જેવી જ છે, કારણ કે ત્યાં ઘણી ગતિ અને ઉછાળ હતો. શ્રીલંકા સામેની શ્રેણી પહેલા ઘણું શીખવા મળ્યું.'

યુવા રિયાન પરાગે (22 રન) કહ્યું કે, શ્રેણીની પ્રથમ મેચ પછી ટીમે પોતાની રણનીતિ પર ફરીથી વિચાર કરવો પડ્યો. તેણે કહ્યું, 'પ્રથમ મેચ પછી દરેક ખેલાડી એકદમ એલર્ટ થઇ ગયા હતા, ત્યાર પછી શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમે તેનો ભરપૂર આનંદ માણ્યો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp