હાર પછી ઉથપ્પા DCના મેનેજમેન્ટ પર ગુસ્સે થયો, કહ્યું- શા માટે ભારતીય ખેલાડીઓ...

PC: xtratime.in

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનની બીજી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે શાનદાર જીત સાથે શરૂઆત કરી હતી. દિલ્હીની ટીમે શાઈ હોપ અને અભિષેક પોરેલની ઈનિંગના આધારે 9 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા. પરંતુ અંતે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. રોબિન ઉથપ્પા દિલ્હીની હારથી નારાજ છે. તેણે DCના મેનેજમેન્ટ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

રોબિન ઉથપ્પાએ કહ્યું, 'તમે ભારતીય ખેલાડીઓને પસંદ કર્યા છે. તમે તેમને કેમ રમાડતા નથી? મને બિલકુલ સમજાતું નથી કે, દિલ્હી કેપિટલ્સ જેવી ફ્રેન્ચાઇઝી શા માટે ભારતીય ખેલાડીઓને સમર્થન નથી આપી રહી. દિલ્હી કેપિટલ્સ સાથે આ મારી સૌથી મોટી સમસ્યા છે. તમે અભિષેક પોરેલની ટેકનિક જુઓ. મને લાગે છે કે જો તે ટોપ ઓર્ડર પર બેટિંગ કરે તો તેને સફળતા મળી શકે છે.'

 

ઉથપ્પાએ આગળ કહ્યું, 'પણ જ્યાં સુધી તમે તેને તક નહીં આપો, ત્યાં સુધી તમને કેવી રીતે ખબર પડશે. તમે તેને ત્રીજા કે ચાર નંબર પર બેટિંગ કેમ નથી કરાવતા? તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે 9માં નંબર પર આવી રહ્યો છે અને આખી ટીમને બચાવી રહ્યો છે. ખબર નથી કે, તમે ક્યારે ભારતીય બેટ્સમેનોનો ઉપયોગ કરશો? અહીં તમને જણાવી દઈએ કે, અભિષેક પોરેલ આ મેચમાં 9મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 10 બોલમાં 34 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

ઉથપ્પાએ અભિષેક પોરેલ અને પૃથ્વી શૉ જેવા ખેલાડીઓ માટે સમર્થનની અછત તરફ ધ્યાન દોર્યું, જેમને કાં તો બહાર કરવામાં આવ્યા હતા અથવા પ્રારંભિક લાઇનઅપમાં અવગણવામાં આવ્યા હતા. તેણે પોરેલ જેવી આશાસ્પદ પ્રતિભાઓને તક આપવાના મહત્વ પર ભાર મૂક્યો, જેણે નીચલા ક્રમમાં આવીને શાનદાર ઇનિંગ્સ સાથે તેની ક્ષમતા દર્શાવી.

 

વધુમાં, ઉથપ્પાએ છેલ્લી સિઝનમાં DC માટે સતત પ્રદર્શન કરનાર અક્ષર પટેલને સોંપવામાં આવેલી બેટિંગ પોઝિશન પર પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેણે ફોર્મમાં રહેલા ખેલાડીને બેટિંગ ક્રમમાં નીચે મોકલવા પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યા અને મેનેજમેન્ટને તેના મુખ્ય ભારતીય ખેલાડીઓની શક્તિનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવા વિનંતી કરી.

ટોસ હાર્યા પછી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી હતી. ટીમે બે વિકેટના નુકસાને 74 રન બનાવ્યા હતા. આ પછી સતત વિકેટો પડતી રહી અને સ્કોર 147 રનમાં 8 વિકેટ થઈ ગયો. ડેવિડ વોર્નર, રીષભ પંત અને મિચેલ માર્શ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અંતે, અભિષેક પોરેલે 10 બોલમાં 32 રનની ઇનિંગ રમી અને સ્કોર 174 રન સુધી પહોંચાડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp