સાઉથ આફ્રિકા સીરિઝ પહેલા રિંકુ સિંહ ચિંતિત, જણાવ્યું કારણ

PC: tv9hindi.com

ભારતીય ક્રિકેટ ટીમ ICC ODI વર્લ્ડ કપ પછી તેના પ્રથમ વિદેશ પ્રવાસ પર ભાગ લેવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા 10 ડિસેમ્બર, રવિવારથી દક્ષિણ આફ્રિકા સાથે ત્રણ મેચની T20 શ્રેણી રમશે. ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન રિંકુ સિંહ માને છે કે, દક્ષિણ આફ્રિકાની પિચોની વધારાની ગતિ અને ઉછાળને ધ્યાનમાં રાખીને વધારાના પ્રયત્નો અને પ્રેક્ટિસની જરૂર પડશે.

ICC ODI વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયા પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ પર છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટમાં શ્રેણી રમવાની છે. આ પ્રવાસની શરૂઆત 3 T-20થી થશે અને ત્યારપછી તેટલી જ મેચોની વનડે શ્રેણી પણ રમાશે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસનો અંત 2 ટેસ્ટ મેચ સાથે કરશે. ભારતીય ટીમના પ્રથમ પ્રેક્ટિસ સેશન પછી રિંકુએ દક્ષિણ આફ્રિકાની પિચ વિશે કહ્યું, 'જ્યારે મેં અહીં બેટિંગ કરી ત્યારે ભારતીય વિકેટો કરતાં વધુ ઉછાળ હતો. ગતિ વધારે છે, તેથી ઝડપી બોલિંગ સામે વધુ પ્રેક્ટિસ કરવી પડશે.'

ભારતીય ટીમ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ T20 મેચ રમશે. રિંકુ પાંચ કે છ નંબર પર બેટિંગ કરવા ઉતરશે. તેણે કહ્યું કે, મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તેને પોતે જે રીતે રમે છે તે રીતે જ રમત રમવા માટે કહ્યું છે. તેણે BCCI TVને કહ્યું, 'મેં પ્રથમ સત્રનો ખૂબ આનંદ લીધો, કારણ કે હવામાન સારું હતું. રાહુલ દ્રવિડ સર સાથે રમવાનો મોકો મળ્યો તે એક સુખદ અનુભૂતિ હતી. તેણે મને મારી પોતાની સ્ટાઈલમાં બેટિંગ કરતા રહેવા અને મારી જાત પર વિશ્વાસ રાખવા કહ્યું.'

રિંકુએ કહ્યું કે 2013થી ઉત્તર પ્રદેશ માટે પાંચ કે છઠ્ઠા નંબર પર રમવાથી તેને ભારત માટે આ રીતની જવાબદારી નિભાવવાનો આત્મવિશ્વાસ મળ્યો. તેણે કહ્યું, 'હું 2013થી ઉત્તર પ્રદેશ માટે પાંચ કે છ નંબર પર રમી રહ્યો છું, તેથી મને તેની આદત છે. ચાર-પાંચ વિકેટ પડી ગયા પછી આ ક્રમમાં રમવું મુશ્કેલ છે પરંતુ મને મારી જાત પર વિશ્વાસ છે. હું જેટલી ધીરજથી રમીશ તેટલી સારી રીતે હું રમી શકીશ.'

 
 
 
View this post on Instagram

A post shared by Team India (@indiancricketteam)

ICC ODI વર્લ્ડ કપ 2023 પછી, ભારતમાં ઘર આંગણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 શ્રેણી રમાઈ હતી. આ સિરીઝમાં રિંકુનું બેટ જોરદાર બોલ્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે મહત્વના સમયે મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા. રિંકુ સિંહ T-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમમાં પોતાની જગ્યા માટે સતત દાવો કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp