પાકિસ્તાની ખેલાડીનો મોટો આરોપ, મારી વિરુદ્ધ કાવતરું થયું, સંન્યાસ લઈ લીધો

PC: twitter.com

પાકિસ્તાન ક્રિકેટમાં ખેલાડીઓ અને બોર્ડ વચ્ચે કંઈને કંઈને મગજમારી ચાલતી રહેતી હોય છે. પાકિસ્તાની ખેલાડી અહમદ શેહઝાદે ફરીથી PSL માં નહીં રમવાનો નિર્ણય કર્યો છે: પાકિસ્તાની બેટ્સમેન અહમદ શેહઝાદે PSLની ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ઇરાદાપૂર્વક પડતો મૂક્યા પછી ફરીથી પાકિસ્તાન સુપર લીગ માં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનની નેશનલ ટીમમાં વાપસી કરવા ડોમેસ્ટિક લેવલે સખત મહેનત કરી રહેલા શહેઝાદે કહ્યું હતું કે, એવું લાગે છે કે ફ્રેન્ચાઇઝીઓ દ્વારા તેને PSLમાંથી બહાર રાખવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેમ છતા મારા આંકડા એ ખેલાડીઓ કરતા વધુ સારા છે જેમની પસંદગી કરાઈ છે.

અહમદ શહેઝાદે પોતાના સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ લખી હતી, જેમાં તેણે PSLને અલવિદા કહી દીધું છે. આવતા વર્ષે થનારી ટુર્નામેન્ટ માટે કોઈપણ ફ્રેન્ચાઈઝીએ તેને ટીમમાં સામેલ કર્યો નથી. તેણે લખ્યું હતું કે,  પાકિસ્તાન સુપર લીગને અલવિદા! હું આ નોટ લખી રહ્યો છું જે મેં વિચાર્યું હતું કે આ વર્ષે નહીં લખીશ. વધુ એક PSL ડ્રાફ્ટ ચાલ્યો ગયો અને એ જ જૂની વાર્તા – ન પસંદ કરાયો, ભગવાન જાણે કેમ... શહેઝાદે આગળ લખ્યું હતું કે, તેઓ યોજનાઓ બનાવે છે, અને અલ્લાહ યોજનાઓ બનાવે છે. નિઃશંકપણે અલ્લાહ યોજનાઓ બનાવવામાં સૌથી શ્રેષ્ઠ છે.

શહેઝાદે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના પ્રદર્શન પર લખ્યું હતું કે, મેં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘરેલુ ક્રિકેટમાં ઘણું બધું આપીને ખરેખર સખત મહેનત કરી છે અને PSL ડ્રાફ્ટ પહેલા નેશનલ T20 કપમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. એવું લાગે છે કે મને જાણી જોઈને બહાર રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, ભલે ફ્રેન્ચાઇઝીઓએ તેમના કરતા ઓછું પ્રદર્શન કરતા ખેલાડીઓની પસંદગી કરી હોય. પરંતુ જ્યારે બધું પૂર્વ આયોજિત હોય ત્યારે ખરેખર કોઈ ફરક પડતો નથી. મને ખબર નથી કે PSLમાં ટોચના ખેલાડીઓ લાવવાની જવાબદારી કોની છે?

અહમદે આશંકા વ્યક્ત કરતા લખ્યું કે એવું લાગે છે કે PSLમાં કોઈ કાવતરું થયું છે, જેના પરિણામે તેને તમામ 6 ફ્રેન્ચાઇઝીઓ દ્વારા અવગણના કરવામાં આવી છે. મેં ટૂંક સમયમાં સત્ય સામે લાવવાના સોગંધ લીધા છે. પરંતુ હું જાણું છું કે મને PSLનો ભાગ કેમ નથી બનાવવામાં આવ્યો, આખો દેશ અને મારા ફેન્સને આ ટૂંક સમયમાં ખબર પડી જશે.

તેણે વધુમાં કહ્યું કે, હું મારો રસ્તો અલગ કરું છું અને મારા આત્મસન્માન માટે પાકિસ્તાન સુપર લીગને અલવિદા કહું છું. હું ક્યારેય પૈસા માટે નથી રમ્યો અને એવું ક્યારેય કરીશ પણ નહીં, જ્યારે કેટલાય લોકોએ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય લીગની પસંદગી કરી છે. મેં ડોમેસ્ટિક ક્રિકેટ પર કામ કરવાનો નિર્ણય લીધો છે. રમત પ્રત્યે પ્રેમ સાબિત કરો. હું આ 6 ટીમો સાથે બીજીવાર PSL નહીં રમું. એવું લાગે છે કે મને PSLથી દૂર રાખવાની એક સંયુક્ત જવાબદારી છે અને તમામ ફ્રેન્ચાઇઝીઓએ હાથ મળાવી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp