પૂર્વ ક્રિકેટરનો બફાટ,હૈદરાબાદમાં મુસ્લિમ વધારે છે એટલે પાકિસ્તાનને મળ્યો સપોર્ટ

PC: aljazeera.com

વન-ડે વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનની ટીમ ભારત પહોંચી ચૂકી છે. છેલ્લા 7 વર્ષમાં પહેલી વખત પાકિસ્તાનની કોઈ ટીમ ભારત આવી છે. ભારત પહોંચવા પર પાકિસ્તાનની ટીમનું શાનદાર સ્વાગત પણ થયું, પરંતુ આ બધા વચ્ચે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મુશ્તાક અહમદે એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી ભારતીય ફેન્સ જરાય ખુશ નથી. મુશ્તાક અહમદે કહ્યું કે, હૈદરાબાદમાં મુસ્લિમ વસ્તી વધુ છે તો પાકિસ્તાની ટીમને સપોર્ટ પણ વધુ મળશે. વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનની ટીમમાં જે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, તેમાંથી માત્ર 2 ખેલાડી એવા છે જેમણે આ અગાઉ ભારતનો પ્રવાસ કર્યો હતો. આ બે ખેલાડીઓના નામ મોહમ્મદ નવાઝ અને સલમાન આગા છે.

બાકી ખેલાડી પહેલી વખત ભારત આવ્યા છે અને અહી જે પ્રકારે તેમનું સ્વાગત થયું છે તેનાથી તેઓ ખૂબ ખુશ છે. દિગ્ગજ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, અત્યાર સુધી ભારતમાં અમારું સૌથી સારું સ્વાગત થયું છે. જો કે, પાકિસ્તાન તરફથી મુશ્તાક અહમદે જે જેવાબ આપ્યો છે તેનાથી ભારતીય ફેન્સ જરાય ખુશ નથી. તેમને એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, હૈદરાબાદ અને અમદાવાદ બે એવા શહેર છે જ્યાં મુસ્લિમોની વસ્તી ઘણી બધી છે.

આ કારણે એરપોર્ટથી લઈને હોટલ સુધી પાકિસ્તાની ટીમને એટલો બધો સપોર્ટ મળ્યો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ટીમ ભારત પહોંચ્યા બાદ જ કેટલાક એવા નિવેદન આવ્યા છે જે બંને દેશો વચ્ચેનો ગરમાવો હજુ વધારી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ જકા અશરફે ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ બાબતે વાત કરતા ભારતને દુશ્મન દેશ કહીને સંબોધિત કર્યો અને તેના માટે તેની ખૂબ નિંદા થઈ. વર્લ્ડ કપથી બરાબર પહેલા પાકિસ્તાને પોતાના ખેલાડીઓની સેલેરી વધારી.

જકા અશરફે આ જાહેરાત કરીને મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે દુશ્મન દેશ બોલીને ઈશારો કર્યો. તેમણે કહ્યું કે, મારું ઉદ્દેશ્ય છે કે જ્યારે પણ આપના ક્રિકેટર્સ દુશ્મન દેશ કે કોઈ પણ જગ્યાએ રમવા જાય તો ત્યાં કોઈ ટૂર્નામેન્ટ હોય તો તેમનો આત્મવિશ્વાસ હાઇ રહેવો જોઈએ. પોતાના ખેલાડીઓનું ભારતમાં સ્વાગત જોઈને પાકિસ્તાની ફેન્સને ભરોસો થઈ રહ્યો નહોતો. હવે જકા અશરફના નિવેદન પર તેઓ પણ વિરોધ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ફેન્સ પોતાના બોર્ડના ચેરમેનના નિવેદનથી સહમત દેખાઈ રહ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp