ફાઈનલમાં હાર બાદ કેપ્ટન મારક્રમે કહ્યું- અમને ગર્વ છે કે...

PC: ICC

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે ભવ્ય જીત મેળવી લીધી, આફ્રિકાની ટીમ ફરીએકવાર ચોકર્સ સાબિત થઈ. 28 બોલમાં 27 રનની જરૂર હતી, છતા સાઉથ આફ્રિકાની ટીમ ભારત સામે હારી ગઈ હતી અને વર્લ્ડ કપ જીતવાનું સપનું જ તેમના માટે રહી ગયું હતું. આ હાર બાદ સાઉથ આફ્રિકન ટીમના કેપ્ટન એડન મારક્રમે હારના કારણ વિશે વાત કરી હતી.

મારક્રમે કહ્યું હતું કે, આ હારથી વધુ નિરાશ છું અને વાસ્તવમાં આખી ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શન બાદ આવું પરિણામ આવતા દુઃખ થયું પણ ઈમાનદારીથી કહું તો ખૂબ ગર્વ પણ છે. અમે સારી બોલિંગ કરી, પણ આ એકવો ટાર્ગેટ હતો, જેને હાંસલ કરી શકાય એમ હતો. સારી બેટિંગના અંત સુધી અમે ટક્યા રહ્યા પણ લક્ષ્યને હાંસલ ન કરી શક્યા. છેલ્લા બોલ સુધી ક્યારેય ગેમ પૂરી નથી થતી, સાઉથ આફ્રિકન ખેલાડી ખૂબ વધુ પ્રતિસ્પર્ધી, સન્માનીય છે અને અમે લડીને હાર્યા છે, જેનાથી મને પણ ટીમ પર ગર્વ છે.

મારક્રમે કહ્યું- અમે બેટિંગ વખતે ક્યારેય સહજ ન થઈ શક્યા અને હંમેશાં સ્કોરબોર્ડ પર દબાણ રહ્યું. આ ખરેખર એક સારી ગેમ હતી, જેણે સાબિત કર્યું કે અમે ફાઇનલિસ્ટ બનવા યોગ્ય હતા.

સાઉથ આફ્રિકન કેપ્ટને કહ્યું હતું કે- મારા સાથીઓ પર મને ગર્વ છે, જે પોતાની પહેલી વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચીને ચોકર્સનો ટેગ હટાવવામાં કંઈક અંશે સફળ રહ્યા છે. ભારતના વખાણ કરતા તેણે કહ્યું કે, આ ક્રિકેટ છે, આ મુશ્કેલ ક્રિકેટ છે. ટ્રોફી જીતવી સરળ નથી અને તમારે ટ્રોફી ઉઠાવવા માટે ભારત જેવી ટીમને સલામ કરવી પડે, જેમાં ખૂબ જ મહેનત લાગે છે.

રોહિતે શું કહ્યું...

મેચ બાદ રોહિતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આ મારી અંતિમ મેચ પણ હતી. અલવિદા કહેવા તેનાથી સારો સમય નહીં હોય શકે. હું તેને (ટ્રોફી) ઈચ્છતો હતો. તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. હું એ જ ઈચ્છતો હતો અને એવું જ થયું. હું પોતાના જીવનમાં તેના માટે ખૂબ ઉત્સુક હતો. ખુશી છે કે આ વખત અમે સીમા પર કરી લીધી. રોહિત શર્માએ 159 T20 ઇન્ટરનેશનલ મેચોમાં ભારત માટે 32.05ની એવરેજ અને 140.89ની સ્ટ્રાઈક રેટથી 4231 રન બનાવ્યા.

તેના નામે T20 ઇન્ટરનેશનલમાં 5 સદી અને 32 અડધી સદી છે. આ ફોર્મેટમાં તેનો મહત્તમ સ્કોર નોટ આઉટ 121 રન છે. તે વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ જીતનારી ટીમનો પણ હિસ્સો હતો અને તે ભારતનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે ભારત માટે 2 T20 વર્લ્ડ કપ જીત્યા છે. રોહિતે ભારત માટે પોતાનું T20 ડેબ્યૂ 2007ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની મેચથી કર્યો હતો. 2022ના T20 વર્લ્ડ કપમાં પણ ભારતે ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી હતી, પરંતુ સેમીફાઇનલમાં ટીમને ઇંગ્લેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp