જાડેજા પાકિસ્તાન ટીમનો કોચ બનવા તૈયાર,મેચ ફિક્સિંગમાં કારકિર્દી બરબાદ થઈ હતી

PC: naaradtv.com

નવજોત સિંહ સિદ્ધુ, વેંકટેશ પ્રસાદ અને અનિલ કુંબલેએ મળીને M. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 1996 વર્લ્ડ કપની બીજી ક્વાર્ટર ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાન પર ભારતને યાદગાર જીત અપાવી હતી. આમિર સોહેલ સાથે વેંકટેશ પ્રસાદની જોરદાર લડાઈ એ બંને દેશો વચ્ચેની પરંપરાગત દુશ્મનાવટના ઇતિહાસમાં સૌથી ચર્ચિત ક્ષણ બની હતી. આ જ હાઈ-વોલ્ટેજ મેચમાં 25 બોલમાં 45 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમનાર અજય જાડેજાએ એક પ્રશ્નના જવાબમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બનવામાં રસ દાખવ્યો હતો.

હકીકતમાં, તાજેતરમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અજય જાડેજાને 'સ્પોર્ટ્સ તક' પર પાકિસ્તાનમાં કોચિંગની ભૂમિકા ભજવવા વિશે પૂછવામાં આવ્યું હતું. પાકિસ્તાની ટીમ સાથે અફઘાનિસ્તાનની સરખામણી કરતા પહેલા જાડેજાએ મજાકમાં કહ્યું કે, 'હું તૈયાર છું.' મેં અફઘાનિસ્તાન સાથે મારી શિખામણ શેર કરી અને હું માનું છું કે પાકિસ્તાન એક સમયે અફઘાનિસ્તાન જેવી ટીમ હતી.' આ વાતચીત દરમિયાન અજય જાડેજાએ નિર્ભયતાથી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ભારતીય ટીમના ચાર કેપ્ટનના તર્કને પણ અગમ્ય ગણાવ્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયા સામે સમાપ્ત થયેલી T20 શ્રેણીની પ્રથમ બે મેચો બાદ ઈશાન કિશનને આરામ આપવાનો પણ વિરોધ કર્યો હતો.

1999ના અંતમાં અને 2000ની શરૂઆતમાં, અજય જાડેજાનું નામ મોહમ્મદ અઝહરુદ્દીન સાથે મેચ ફિક્સિંગ કેસમાં ફસાવવામાં આવ્યું હતું. BCCIએ બંને પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારપછી આ પૂર્વ કેપ્ટન ક્યારેય ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નથી. નિવૃત્તિ પછી અજય જાડેજા લાંબા સમય સુધી ક્રિકેટ એક્સપર્ટ તરીકે TV પર જોવા મળ્યો હતો. ત્યાર પછી તે કોમેન્ટ્રી કરતો પણ જોવા મળ્યો હતો, પરંતુ અજય જાડેજા તાજેતરમાં પૂરા થયેલા 2023 ODI વર્લ્ડ કપમાં કોચની ભૂમિકામાં હતો.

ખરેખર, અજય જાડેજા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મેન્ટર અને થિંક ટેન્કનો ભાગ હતો. જાડેજાના અનુભવનો અફઘાનિસ્તાનને પણ ફાયદો થયો. ટીમે પાકિસ્તાન સામે વન-ડે ઈન્ટરનેશનલમાં તેની પ્રથમ જીત નોંધાવી હતી. અફઘાનિસ્તાન તેની નવમાંથી ચાર મેચ જીતવામાં સફળ રહ્યું છે. હાલમાં પાકિસ્તાની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં બાબર આઝમના રાજીનામા પછી નવા ટેસ્ટ કેપ્ટન શાન મસૂદની પણ કસોટી થશે. T-20 ફોર્મેટની કપ્તાની શાહીન શાહ આફ્રિદીને સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp