CSK કયા 3 ખેલાડીઓને કરશે રિટેન? IPL ઓક્શન અગાઉ અજય જાડેજાએ આપ્યું મોટું નિવેદન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના મેગા ઓક્શન અગાઉ રિટેન્શનના નિયમ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ વખત બધી ટીમો કુલ મળીને 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. આ કારણે એ વાતની ચર્ચા તેજ થઇ ગઇ છે કે કઇ ટીમ કયા ખેલાડીઓને રિટેન કરી શકે છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ને લઇને પણ ખૂબ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તેઓ કોને રિટેન કરી શકે છે અને કોને રીલિઝ કરી શકે છે. આ અનુસંધાને પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ ચેન્નાઇ સુપર કિંગ્સને લઇને મોટી ભવિષ્યવાણી કરી છે.
તેમણે કહ્યું કે, ચેન્નાઇ સુપર કિંગ્સ ત્રણ ખેલાડીઓને રિટેન કરી શકે છે. IPL 2025 માટે બધી ફ્રેન્ચાઇઝીઓ પાસે મહત્તમ 6 ખેલાડીઓને રિટેન કરવાનો વિકલ્પ હશે. જો કે, જો કોઇ ફ્રેન્ચાઇઝી પોતાના બધા 6 ખેલાડી રિટેન કરે છે તો પછી મેગા ઓક્શનમાં રાઇટ ટૂ મેચ કાર્ડ નહીં મળે. તો આ 6 ખેલાડીઓમાં મહત્તમ 5 કેપ્ડ અને 2 અનકેપ્ડ ખેલાડી રહી શકે છે. ચેન્નાઇ સુપર કિંગ્સમાં મહેન્દ્ર સિંહ ધોનીને લઇને ખૂબ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તેને રિટેન કરવામાં આવશે કે નહીં.
અજય જાડેજાનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નાઇ સુપર કિંગ્સ જરૂર રિટેન કરશે. તેમણે જિયો સિનેમા પર વાતચીત દરમિયાન કહ્યું કે, ‘ચેન્નાઇ સુપર કિંગ્સ ધોનીને ચોક્કસ રિટેન કરશે. તેમાં કોઇ શંકા નથી કેમ કે હવે તે અનકેપ્ડ ખેલાડી થઇ ગયો છે. તેણે ટીમ માટે ઘણું બધુ કર્યું છે અને તેની અંદર ટીમનો નંબર વન ખેલાડી બનવાની ચાહત નથી. ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઇ સુપર કિંગ્સનો કેપ્ટન છે. તેના માટે પાછલું વર્ષ સારું રહ્યું હતું, આજ કારણે તેને પણ રિટેન કરવાની પૂરી સંભાવના છે. રવીન્દ્ર જાડેજાને પણ નહીં છોડી શકાય. એટલે મને લાગે છે કે આ ત્રણ ખેલાડી ચેન્નાઇ સુપર કિંગ્સના રિટેન્શન માટે પરફેક્ટ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટર કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક નવો નિયમ લાગૂ કર્યો છે. જે હેઠળ જે ખેલાડી છેલ્લા 5 વર્ષથી એક પણ ઇન્ટરનેશનલ મેચ ન રમ્યો હોય, તેને અનકેપડ માનવામાં આવશે. આ કારણે ધોની પણ હવે અનકેપ્ડ કેટેગરીમાં આવી ગયો છે. ખેર ઓક્શન અગાઉ બધાને ખબર પડી જ જશે કે કઇ ફ્રેન્ચાઇઝીએ કયા ખેલાડીઓને રિટેન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp