અજિંક્ય રહાણેએ ખરીદી લક્ઝરી કાર, કિંમત જાણીને ચોંકી જશો

PC: jagran.com

અજિંક્ય રહાણે એક એવું નામ છે, જેને ક્રિકેટ મેદાનમાં રમતા જોઈને લોકો રાહુલ દ્રવિડને યાદ કરતા હતા અને કહેતા હતા કે આ ખેલાડી કેટલો શાંત અને ધૈર્યવાન છે. જો કે, T20 અને વન-ડેમાં અજિંક્ય રહાણેનો અંદાજ અલગ જ થઈ જતો હતો. હાલમાં અજિંક્ય રહાણે ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો નથી, પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેની ઉપસ્થિતિથી તેના ફેન્સને ખુશ રાખે છે. આગામી મહિનાઓમાં IPLની નવી સીઝન શરૂ થવાની છે અને તે અગાઉ અજિંક્ય રહાણેએ નવી લક્ઝરી SUV મર્સિડિઝ મેબેક GLS600 ખરીદી છે, જેની કિંમત 3 કરોડ રૂપિયા છે.

અજિંક્ય રહાણે જલદી જ IPL 2024માં ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સની યલ્લો આર્મીમાં નજરે પડશે. વર્ષ 2023માં અજિંક્ય રહાણેની બેટિંગ જોઇને દરેક હેરાન રહી ગયું હતું અને તેણે ખૂબ જ વિસ્ફોટક અંદાજમાં ક્રિકેટ રમી હતી. એવામાં ફરીથી IPL આવી રહી છે. આ અગાઉ તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમમાં હતો, એ અગાઉ તે દિલ્હી કેપિટલ્સ (DC)માં પણ રહ્યો અને તેણે IPLમાં રાજસ્થાન રૉયલ્સ (RR)ની કેપ્ટન્સી પણ કરી હતી, પરંતુ સૌથી વધુ તેને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમથી રમતો પસંદ કરવામાં આવ્યો છે. હાલમાં અજિંક્ય રહાણેએ નવી મર્સિડિઝ મેબેક GLS600 ખરીદી છે.

મર્સિડિઝ મેબેક GSL600 ભારતમાં સેલિબ્રિટિઝ અને બિઝનેમેનોની ફેવરિટ SUV માનવામાં આવે છે અને તેના માટે લોકોએ લાંબી રાહ જોવી પડે છે. અર્જૂન કપૂર, રણવીર સિંહ, રકુલ પ્રીત, તાપસી પન્નુ, રામ ચરણ, કૃતિ સેનન અને આયુષ્યમાન ખુરાના જેવા ફિલ્મ સ્ટાર્સ સાથે જ એવા ઘણા બિઝનેસમેન છે જેમને મર્સિડિઝ મેબેક GSL600 પસંદ છે અને તેઓ મોટા ભાગે આ SUVમાં નજરે પડે છે. હાલમાં તમને અજિંક્ય રહાણેએ ખરીદેલી નવી મર્સિડિઝ મેબેક GLS600 બાબતે બતાવીએ તો આ લક્ઝરી SUVમાં 4.0 લીટર બાયટર્બો V8 એન્જિન આપવામાં આવ્યું છે, જે 48 વૉલ્ટ ઇલેક્ટ્રિક સિસ્ટમ સાથે EQ ફંક્શનથી લેસ છે.

આ એન્જિન 557 hpનો મેક્સિમમ પાવર અને 730 ન્યૂટન મીટર (Nm)નો પીક ટોર્ક જનરેટ કરે છે. 9 સ્પીડ ઓટોમેરિક ગિયરબોક્સથી લેસ આ SUVમાં 4 MATIC ડ્રાઈવટ્રેન જોવા મળે છે. મર્સિડિઝ મેબેક GLS600નું વજન 3.2 ટન છે. એ છતા એ માત્ર 4.9 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. બાકી આ SUVનો લુક ખૂબ પાવરફૂલ છે. લંબાઈ, પહોળાઈ અને હાઇટમાં એ બીસ્ટ લાગે છે. ફીચર્સના મામલે પણ મર્સિડિઝ મેબેક GLS600 ખૂબ જ શાનદાર છે. તેને કમ્પ્લીટ બિલ્ટ યુનિટના રૂપમાં ભારત લાવવામાં આવે છે અને આ SUVની એટલી ડિમાન્ડ છે કે આવતા જ વેચાઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp