શું આ અંત? આ દેશ સામે ટેસ્ટ સીરિઝ નહીં રમે રહાણે? સ્ટાર ખેલાડીનું છલકાયું દર્દ

PC: thebegusarai.in

ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમવા માટે તૈયાર નજરે પડી રહી છે. ત્યારબાદ ટીમે પોતાના જ ઘર આંગણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સીરિઝ પણ રમવાની છે. આ સીરિઝમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેની વાપસીની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ એ અગાઉ જ રહાણેની વાતોમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝને લઈને નિરાશા નજરે પડી રહી છે. તે સીરિઝ બાબતે કોઈ વાત કરવા માગતો નથી.

રહાણે આ સમયે બિહાર વિરુદ્ધ રમવા માટે પટના પહોંચ્યો છે. જો કે, બિહાર સાથે ચાલી રહેલી મેચમાં અજિંક્ય રહાણે રમી રહ્યો નથી. આ દરમિયાન તેણે એક ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી. રહાણેને વાતચીતમાં પટનામાં મેચ ન રમવાનું કારણ પણ બતાવ્યું. તેણે કહ્યું કે, મને રમવાનો ખૂબ શોખ છે અને એટલે તે પટના પહોંચ્યો હતો. તે રમવાથી ક્યારેય પાછળ હટતો નથી, પરંતુ પ્રેક્ટિસ સેશન દરમિયાન તેના ગળામાં થોડી ઇજા થઈ હતી, આ કારણે તે આ મેચ રમી રહ્યો નથી પરંતુ આગામી રણજી મેચમાં જરૂર રમતો દેખાશે.

રહાણેએ કહ્યું કે, સામાન્ય રીતે રણજી મેચમાં ક્યાંય પણ દર્શકોની ભીડ જોવા મળતી નથી, પરંતુ પટનામાં ભીડ જોવા મળી રહી છે. તેનાથી બિહારમાં ક્રિકેટ પ્રત્યે ઉત્સાહ નજરે પડે છે. બિહારના લોકોએ બંને જ ટીમોને સપોર્ટ કર્યો છે. એવું નથી કે માત્ર બિહારની ટીમને સપોર્ટ કરી રહ્યા હતા.

મુંબઈની ટીમને પણ ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે. રહાણેએ કહ્યું કે, પટનાના દર્શકોમાં ક્રિકેટ પ્રત્યે એટલો પ્રેમ જોઈને ખૂબ ખુશ છું. બિહારમાં અલગ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ ચાખ્યો છે. તે ફરી બિહાર આવીને રમવા માગે છે. એ સિવાય રહાણેને જ્યારે આગામી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝને લઈને સવાલ પૂછવામાં આવ્યો કે શું તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝથી ભારતીય ટીમમાં વાપસી કરવા માગે છે? તો આ સવાલ પર રહાણેએ મૌન સાધી લીધું. તેણે કહ્યું કે, હાલમાં હું તેના પર કંઇ નહીં કહું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp