ચીફ સિલેકટર તરીકે અજીત અગરકરે છેલ્લા દિવસે અરજી કરી, પગાર પણ વધશે

PC: sentinelassam.com

BCCIના ચીફ સિલેક્ટર તરીકે જ્યારે ચેતન શર્માને હાંકી કાઢવામાં આવ્યા હતા પછી થી આ પદ ખાલી જ હતું. હવે જાણવા મળ્યુ છે કે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિક્રેટર અજીત અગરકરે છેલ્લા દિવસે અરજી કરી છે અને સંભવત તેમના નામ પર ચીફ સિલેક્ટર તરીકેનો થપ્પો લાગવાની પુરી સંભાવના છે.

BCCI દ્વારા મુખ્ય પસંદગીકારના પદ માટે માંગવામાં આવેલી અરજીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેના વિશે છેલ્લા કેટલાક દિવસોથી સતત અટકળો ચાલી રહી હતી, આખરે ભારતના પૂર્વ બોલર અજીત અગરકરે ભારતની વરિષ્ઠ પુરુષોની પસંદગી સમિતિમાં પદ માટે છેલ્લાં દિવસે અરજી કરી છે. BCCIએ 22 જૂને પુરૂષોની પસંદગી સમિતિમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી જાહેરાત કરી હતી.પસંદગી સમિતિના છેલ્લા અધ્યક્ષ ચેતન શર્માના રાજીનામા બાદ ખાલી પડેલી જગ્યા ભરવામાં આવી નથી.

અગરકરે છેલ્લી તારીખના એક દિવસ પહેલા ગુરુવારે અરજી કરી હતી. અગરકર સિલેક્શન કમિટીના ચેરમેન પદ માટે મુખ્ય દાવેદાર હશે. અગરકરે ભારત માટે 26 ટેસ્ટ અને 191 વનડે રમી છે. જો અગરકર પસંદ કરવામાં આવે છે, તો પેનલમાં પશ્ચિમ ઝોનમાંથી બે પસંદગીકારો હશે, જેમાં સલિલ અંકોલા પ્રદેશના અન્ય પસંદગીકાર તરીકે હશે. અન્ય ત્રણ પસંદગીકારો શિવ સુંદર દાસ, એસ શરથ અને સુબ્રતો બેનર્જી છે. અગરકર IPLમાં દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફનો ભાગ હતા.

જો કે, ગુરુવારે, DCએ તેના ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી કે અજીત અગરકર અને શેન વોટસને તેમની સાથે અલગ થઈ ગયા છે. અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે અગરકરે 2017 થી 2019 સુધી સ્થાનિક ક્રિકેટમાં મુંબઈના પસંદગીકારોના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી, જ્યારે સમગ્ર પેનલે અચાનક રાજીનામા આપી દીધા હતા.

જાણવા મળેલી માહિતી મુજબ BCCI સીલેક્શન કમિટિના ચેરમેનને 1 કરોડ રૂપિયાનો પગાર આપે છે અને બાકીના સભ્યોને 90 લાખ રૂપિયા પગાર મળે છે. નવા અધ્યક્ષનો પગાર વધારો કરવામાં આવશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પસંદગી સમિતિના પગારની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ પગારના કારણે આ પોસ્ટ માટે અરજી કરી ન હતી. હાલમાં, ભારતીય પસંદગી સમિતિમાં સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા, શ્રીધરન શરથ અને શિવ સુંદર દાસનો સમાવેશ થાય છે. જેમાં ચેતન શર્માની વિદાય બાદ દાસ વચગાળાના મુખ્ય પસંદગીકારની ભૂમિકા નિભાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp