રોહિત અને દ્રવિડ નહીં આ વ્યક્તિના કારણે ટીમમાં પડિક્કલ અને જૂરેલની થઈ પસંદગી

PC: espncricinfo.com

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ દરમિયાન ભારતીય ટીમ અને તેના મેનેજમેન્ટના ભરપેટ વખાણ થયા. યુવા ખેલાડીઓના દમ પર ભારતીય ટીમ આ સીરિઝ 4-1થી પોતાના નામે કરવામાં સફળતા હાંસલ કરી. વખાણ કરતા રાહુલ દ્રવિડે સિલેક્ટર્સ અજીત અગરકરને પણ સ્પેશિયલ શાઉટ આઉટ આપ્યું હતું. તેમનું કહેવું હતું કે સિલેક્ટર્સે જે ખેલાડીઓને સીરિઝ માટે પસંદ કર્યા હતા, તેઓ પહેલા વધારે જોવા મળ્યા નહોતા, પરંતુ સિલેક્ટર્સે તેમને પ્રેરિત કર્યા અને જ્યારે આ ખેલાડીઓને સીરિઝમાં અવસર મળ્યો તો દરેકે તેને બંને હાથોથી દબોચી લીધો.

રાહુલ દ્રવિડે કહ્યું હતું કે અજીત અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા. ઘણા ખુવા ખેલાડી આવે છે. કોચ અને કેપ્ટનન રૂપમાં અમને વાસ્તવમાં તેમનામાં ઘણું બધુ જોવાનો અવસર મળ્યો નથી. અજીતની જેમ વધારે ઘરેલુ ક્રિકેટર નથી જોતા. સિલેક્ટરોની ટીમ એવું કરે છે. તેમણે અમને પ્રેરિત કર્યા છે. તેમણે અમને કેટલાક યુવા ખેલાડીઓને પસંદ કરવાનો પડકાર આપ્યો છે અને તેમણે અહી આવીને પ્રદર્શન કર્યું છે. સિલેક્ટર્સ બનવાનું સરળ નથી. તમને હંમેશાં નિંદા મળે છે, પરંતુ અજીત અને તેમની ટીમ માટે પીઠ થપથપાવવામાં આવે છે.

દ્રવિડ જે ખેલાડીઓની વાત કરી રહ્યા હતા એ ધ્રુવ જૂરેલ અને દેવદત્ત પડિક્કલ હતા. અગરકર જ હતા, જેમણે ઈંગ્લેન્ડ સીરિઝ દરમિયાન આ બંને ક્રિકેટરોની પસંદગી પર ભાર આપ્યો હતો. ઇશાન કિશને માનસિક થાકનો સંદર્ભ આપીને દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝથી હટ્યા બાદ મેનેજમેન્ટ બેકઅપ કીપરને લઈને અસમંજસમાં હતું. એ પહેલા જ નક્કી હતું કે રાહુલ બેટ્સમેન તરીકે રમશે. તેથી ભારત પાસે કે.એસ. ભારતના રૂપમાં એક જ વિકલ્પ હતો. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, એ અગરકર જ હતા જેમણે જૂરેલના નામનું સૂચન આપ્યું હતું.

ટીમ મેનેજમેન્ટ તેની બાબતે વધારે આશ્વસ્ત નહોતું કેમ કે તે ત્યારે પણ નવો નિશાળિયો હતો. એક એવા ખેલાડીને પસંદ કરવો, જેણે ઉચ્ચ સ્તર પર રેડ બૉલમાં વધુ પ્રદર્શન ન મળ્યું હોય, તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ મહત્ત્વપૂર્ણ સીરિઝ માટે સીધા જ ભારતીય ટીમમાં સામેલ કરી લેવામાં આવે. એ હંમેશાં એક સાહસપૂર્ણ નિર્ણય હતો, પરંતુ અગરકરે યુવા ખેલાડીમાં ઘણું બધુ જોયું હતું. પહેલી બે ટેસ્ટમાં ભરત બેટથી નિષ્ફળ રહ્યો, ત્યારબાદ જૂરેલને રાજકોટ ટેસ્ટમાં ડેબ્યૂનો અવસર મળ્યો. આગ્રાના આ ખેલાડીએ નિરાશ ન કર્યા.

ડેબ્યૂમાં 45 રન બનાવીને તેણે અગરકરની પસંદગીને યોગ્ય સાબિત કરી, પરંતુ રાંચી ટેસ્ટમાં આગામી ટેસ્ટમાં તેણે જે કર્યું તેનાથી ન માત્ર ભારતને સીરિઝ જીતવામાં મદદ મળી, પરંતુ રિષભ પંત પાછા આવવા પર પણ એક વિકેટકીપરના રૂપમાં ભારતીય ટીમમાં તેની જગ્યા પાક્કી થઈ જશે. પહેલી ઇનિંગમાં જૂરેલે સૌથી વધુ 91 રન બનાવ્યા અને પછી બીજી ઇનિંગમાં દબાવ વચ્ચે શાંત રહીને નોટઆઉટ 36 રન બનાવીને ભારતને જીત અપાવી.

આ સીરિઝમાં દેવદત્ત પડિક્કલનું વધુ એક પ્રેરિત સિલેક્શન હતું. કોહલી અને રાહુલની ગેરહાજરીમાં ભારતને મિડલ ઓર્ડરમાં એક સારા બેટ્સમેનની જરૂરિયાત હતી. રજત પાટીદાર અને સરફરાજ ખાનને પહેલા જ ટેસ્ટ કેપ સોંપી દેવામાં આવી હતી. સરફરાજે તો બેટથી ધમાલ મચાવી, પરંતુ પાટીદાર નિષ્ફળ રહ્યો. એવામાં ધર્મશાળા ટેસ્ટમાં પડિક્કલને ડેબ્યૂ માટે અવસર અપાયો. જ્યાં ભારતીય બેટ્સમેને અડધી સદીથી ટેસ્ટ કરિયરની શરૂઆત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp