ધવનના સમર્થનમાં અક્ષયની ઈમોશનલ પોસ્ટ, લખ્યું- આનાથી દર્દનાક કંઈ પણ ના હોય...

PC: twitter.com

ક્રિકેટર શિખર ધવને તાજેતરમાં જ પોતાના દીકરાના જન્મદિવસે એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે દીકરાને ન મળી શકવાનું અને વાત ન કરી શકવાનું દુખ વ્યક્ત કર્યું હતું. શિખર ધવને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, તે પોતાના દીકરાને બહુ યાદ કરે છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને અનેક લોકોએ શિખર ધવન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી, જેમાં અક્ષય કુમાર પણ પાછળ રહ્યો નથી.

બોલિવુડના ખેલાડી અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર પોસ્ટ કરીને શિખર ધવનને સપોર્ટ કર્યો હતો. તેણે શિખર ધવનની પોસ્ટ અંગે લખ્યું હતું કે, આ પોસ્ટે દિલ સ્પર્શી લીધું. એક પિતા તરીકે હું જાણું છું કે, પોતાના બાળકોને ન જોઈ શકવા અથવા ન મળી શકવાથી વધુ દુખદાયક કંઈ નથી હોતું. હોંસલો રાખ શિખર, લાખો લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે, તારી તારે દીકરા સાથે મુલાકાત થઈ જાય, ગોડ બ્લેસ.

મને તને મળવું છે, પરંતુ બધા રસ્તા બંધ છે...

કોઇ પણ પિતાને તેમના સંતાનો ખુબ જ વહાલા હોય છે, છુટાછેડા પછી પણ એક પિતા પુત્ર માટે વલખા મારતા હોય છે, આવી જ કઇંક હાલત ટીમ ઇન્ડિયાના શિખર ધવનની થઇ રહી છે. પોતાના પુત્રને મળવું છે, પરંતુ મળી શકાતું નથી. ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટરશિખર ધવને પોતાના પુત્ર માટે એક ઇમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે જબરદસ્ત વાયરલ થઇ રહી છે. ગબ્બરના ચાહકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

શિખર ધવને સોશિયલ મીડિયા પર જે પોસ્ટ શેર કરી છે તેમાં ધવને પુત્રને ન મળી શકવાને કારણે પોતેને જે લાગણી થઇ રહી છે વિશે વાત કરી છે. શિખરે પોતાની પોસ્ટમાં પોતાના પુત્રને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

શિખર ધવને પોતાની ઇમોશનલ પોસ્ટમા લખ્યું કે, તને રૂબરૂમાં જોયાને લગભગ 1 વર્ષ થઇ ગયું છે અને હવે છેલ્લાં 3 મહિનાથી મને દરેક જગ્યાએથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. એટલા માટે, મારા પુત્ર તને જન્મદિવસની શુભકામના આપવા માટે એ જ તસ્વીર શેર કરી રહ્યો છું. ભલે હું તારી સાથે સીધી રીતે નથી જોડાઇ શકતો, પરતુ વિચારોથી તો તારી સાથે હમેંશા જોડાયેલો જ છું.

ગબ્બરે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, મને તારા પર ગર્વ છે અને હું એ પણ જાણું છું કે તું ઘણું સારું કરી રહ્યો છે, સાથે આગળ પણ વધી રહ્યો છે. પપ્પા તને હમેંશા યાદ કરે છે અને તને પ્રેમ કરે છે. ધવને કહ્યું કે, પપ્પા હમેંશા સકારાત્મક રહ્યા છે અને સ્મિત સાથે એ સમયની રાહ જોઇ રહ્યા છે જ્યારે ભગવાનની મહેરબાનીથી તારી સાથે રૂબરૂ મુલાકાત થાય.

શિખરે લખ્યુ કે, તોફાની બનજે પરંતુ વિનાશકારી નહી, વિનમ્ર, દયાળુ, ધીરજવાન અને મજબુત બનજે. ધવને આગળ લખ્યુ કે, તને હું નથી જોઇ શકતો છતા, હું દરરોજ તારા માટે મેસેજ લખું છું, તારી ભલાઇ અને તારા રોજબરોજના જીવન વિશે પુછું છું, એ પણ જાણકારી આપુ છું કે હું શું કરી રહ્યો છુ અને મારા જીવનમાં નવું શું થઇ રહ્યું છે. હું તને ખુબ પ્રેમ કરુ છું, I Love You.

ટીમ ઇન્ડિયાના ગબ્બરે વર્ષ 2012માં આયશા મુખર્જિ સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક સંતાન છે, જેનું નામ જોરાવર છે. જોરાવરનો જન્મ ડિસેમ્બર 2014માં થયો હતો. જો કે શિખર અને આયશાના જીવમાં ભંગાણ પડ્યું અને 4 ઓક્ટોબરે ફેમિલી કોર્ટે બંનેના છુટાછેડા મંજૂર કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp