ક્રિક્રેટ તો ક્રિકેટ રાજકારણમાંથી પણ અંબાતી રાયડુનો U-ટર્ન, 9 દિવસમાં જ....

PC: hindustantimes.com

ટીમ ઇન્ડિયાના પૂર્વ બેસ્ટમેન અંબાતી રાયડુએ જે રીતે ક્રિક્રેટમાં નિવૃતિની જાહેરાત પછી U ટર્ન માર્યો હતો એવી જ રીતે હવે રાજકારણમાં પણ U ટર્ન મારીને બધાને ચોંકાવી દીધા છે. હજુ તો નવ દિવસ પહેલા જ આંધ્રપ્રદેશની એક રાજકીય પાર્ટી સાથે રાજકીય ઇનિંગની શરૂઆતની જાહેરાત કરનાર અંબાતી રાયડુએ આ પાર્ટીને રામ રામ કરી દીધા છે. રાયડુએ પોતે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આ પાર્ટી હું છોડી રહ્યો છું, પરંતુ તેણે પાર્ટી છોડવાનું કારણ જણાવ્યું નથી.

ટીમ ઇન્ડિયાનો પૂર્વ બેસ્ટમેન અંબાતી રાયડુએ 9 દિવસ પહેલાં આંધ્રપ્રદેશની સત્તારૂઢ પાર્ટી YSR કોંગ્રેસ જોઇન કરી હતી અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડી સાથેની તસ્વીરો વાયરલ થઇ હતી.

અંબાતી રાયડુએ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે, હું બધાને જણાવવા માંગુ છું કે મેં YSR કોંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. હું થોડા સમય રાજનીતિથી દુર રહેવા માંગુ છું. આગામી નિર્ણય સમય સાથે લઇશ.રાયડુએ તો પાર્ટી છોડવાનું કારણ જણાવ્યું નથી, પરંતુ લોકો કમેન્ટમાં પોત પોતાની રીતે કારણો જણાવી રહ્યા છે.

કેટલાંક લોકોએ કમેન્ટમાં લખ્યું કે પાર્ટીનો ભ્રષ્ટાચાર જોઇને રાયડુએ નિર્ણય લીધો, તો કોઇકે લખ્યુ કે, ક્રિક્રેટરોએ રાજકારણથી દુર રહેવું જોઇએ. કેટલાંક ચાહકોએ કહ્યું કે રાજકારણ છોડીને અંબાતીએ ફરી IPLમાં આવી જવું જોઇએ.

જો કે અંબાતી રાયડુએ આવું પહેલીવાર નથી કર્યું. અંબાતીએ વર્ષ 2019માં વર્લ્ડકપ ટીમમાં સામેલ ન થવા પર ક્રિક્રેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પરંતુ થોડા જ સમયમાં અંબાતી રાયડુએ U- ટર્ન લીધો હતો અને IPLમાં રમવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તે વખતે અંબાતી રાયડુ CSK માટે રમ્યો હતો.

રાયડુએ ભારત માટે 55 વન-ડે અને 6 T-20 રમી છે. વન-ડેમાં તેણે 1694 રન બનાવ્યા હતા, જમાં 3 સદી અને 10 હાફ સેન્ચુરી સામેલ છે. જ્યારે T-20માં માત્ર 42 રન જ બનાવ્યા છે.

રાયડુએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું અને ઈન્ડિયન પ્રીમિયર લીગ માં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાયડુએ ચેન્નાઈને IPL 2023ની ફાઈનલ જીતવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહિત શર્માની એક ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને રાયડુએ મેચ CSK તરફ વાળ્યો અને પછી છેલ્લી ઓવરમાં જાડેજાએ મેચ જીતીને CSKને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp