26th January selfie contest

ગંભીરના મતે પંત નહીં પરંતુ આ ખેલાડીને વર્લ્ડ કપ માટે પસંદ ન કરવો એ વધુ આઘાતજનક

PC: crictracker.com

ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને લાગે છે કે, માત્ર ત્રણ અસફળતાઓ બાદ અંબાતી રાયડૂને ભારતની વર્લ્ડકપ ટીમમાંથી બહાર કરવો એ દુઃખદ છે. સાથે જ તેણે કહ્યું હતું કે, ઋષભ પંતને જગ્યા ન મળવા અંગે કોઈ ચર્ચા ન થવી જોઈએ, કારણ કે તેણે તેને મળેલી તકનો ફાયદો નહોતો ઉઠાવ્યો.

ગંભીરે મંગળવારે કહ્યું હતું કે, મને લાગે છે કે, ઋષભ પંતને બહાર કરવા અંગે કોઈ વાદ-વિવાદ ન થવો જોઈએ, પરંતુ અંબાતી રાયડૂને બહાર કરવો એ ચર્ચાનો વિષય છે. ગંભીરે વધુમાં કહ્યું હતું કે, એ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે વ્હાઈટ બોલ ક્રિકેટમાં 48ની સરેરાશવાળો ખેલાડી જે માત્ર 33 વર્ષનો છે, તેને ટીમમાં જગ્યા આપવામાં ન આપવી. વર્લ્ડકપ ટીમની પસંદગીમાં અન્ય કોઈ બાબત કરતા વધુ દુઃખદ બાબત આ છે.

થોડાં મહિના પહેલા રાયડૂને કેપ્ટન વિરાટ કોહલી દ્વારા ચોથા નંબર માટે ભારતની પહેલી પસંદ ગણાવવામાં આવી રહ્યો હતો. પરંતુ ગત મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલૂ સીરિઝમાં ઓછાં સ્કોરે પસંદગીકારોને પુનર્વિચાર માટે મજબૂર કરી દીધા. ગંભીરે વધુમાં કહ્યું હતું કે, હું જાણું છું કે વર્લ્ડકપ માટે પસંદ ન થવું એ વાત જે-તે ખેલાડી માટે કેટલી મુશ્કેલ હોય છે. આખરે તે યુવા ખેલાડીનું નાનપણનું સપનું હોય છે કે તે આ મોટી ટૂર્નામેન્ટનો હિસ્સો બને. તેને માટે મને કોઈ અન્ય ક્રિકેટર કરતા વધુ રાયડૂ માટે દુઃખ થઈ રહ્યું છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp