CSKનો આ પૂર્વ ખેલાડી બોલ્યો-ઓરેન્જ કેપ નથી જીતાડતી IPL ટ્રોફી, કોહલી આપશે જવાબ?

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ઓરેન્જ કેપ વિરાટ કોહલીન નામે રહી. વિરાટ કોહલીએ આ સીઝનની શરૂઆતમાં જ ઓરેન્જ કેપની રેસમાં લીડ મેળવી લીધી હતી અને અંત સુધી કોઈ પણ બેટ્સમેન તેનાથી આગળ નીકળી ન શક્યો, પરંતુ તે આ વખત પણ પોતાની ટીમને ટ્રોફી સુધી પહોંચાડી ન શક્યો. આ બધા વચ્ચે ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુએ વધુ એક એવું નિવેદન આપી દીધું છે જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

આ સીઝન અંબાતી રાયડુના નિવેદનનો કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફેન્સ અને તેમની વચ્ચે તણાવ જોવા મળ્યો. અંબાતી રાયડુએ IPL 2024ની ફાઇનલ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ખેલાડીઓના વખાણ કર્યા, આ દરમિયાન ઓરેન્જ કેપ જીતનાર વિરાટ કોહલી પર પણ કટાક્ષ કર્યો. અંબાતી રાયડુએ કહ્યું કે, ઓરેન્જ કેપથી ટ્રોફી જીતાતી નથી. ટ્રોફી જીતવા માટે એકજૂથતા સાથે સહયોગ જોઈએ છે.

તેણે વધુમાં કહ્યું કે, આપણે કોલકાતાને જોઈ શકીએ છીએ કે મિચેલ સ્ટાર્ક, આન્દ્રે રસેલ અને સુનિલ નરીન બધાએ યોગદાન આપ્યું છે, ત્યારે કોલકાતા ટ્રોફી જીતી શકી છે. ટ્રોફી જીતવા માટે બધા ખેલાડીઓએ થોડું થોડું યોગદાન આપવાનું હોય છે. એક ખેલાડીના ઓરેન્જ કેપ જીતવાથી કોઈ ટ્રોફી જીતી જતી નથી. ફેન્સ હવે અંબાતી રાયડુના આ નિવેદનને વિરાટ કોહલી સાથે જોડીને જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ આ વર્ષે IPLમાં 15 મેચ રમી.

આ દરમિયાન વિરાટ કોહલીએ 61.75ની એવરેજથી 741 રન બનાવ્યા. આ સીઝનમાં તેના બેટથી 5 અડધી સદી અને 1 સદી નીકળી. ખાસ વાત એ છે કે વિરાટ કોહલીએ આ રન 154.69ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા, જેમાં 62 ફોર અને 38 સિક્સ સામેલ રહ્યા. વિરાટ કોહલી આ સીઝનમાં સૌથી વધુ અડધી સદી બનાવવાની બાબતે સંયુક્ત રૂપે પહેલા નંબર પર રહ્યો. તેની ટીમ પ્લેઓફ સુધી પણ પહોંચી હતી, પરંતુ એલિમિનેટર મેચ હારીને આ સીઝનથી બહાર થઈ ગઈ.

અંબાતી રાયડુ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને ફ્રેન્ચાઇઝ માટે રમ્યો છે અને તેને ટીમો માટે ટ્રોફી જીતી છે. રાયડુએ વર્ષ 2013, 2015 અને વર્ષ 2017માં મુંબઈ માટે IPL ટ્રોફી જીતી છે, ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વર્ષ 2018, 2021 અને વર્ષ 2023માં IPL ટ્રોફી જીતી છે. તેણે IPLની 175 મેચોમાં 3,916 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 21 અડધી સદી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp