RCBનો એક એવો ફેન જેણે WPL જીત્યા પછી કર્યું અનોખું પરાક્રમ; જુઓ વિડિયો

PC: bjsports.live

IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ફેન ફોલોઈંગ સોશિયલ મીડિયા પર અન્ય તમામ ટીમો કરતા ઘણી વધારે છે. તો RCB ફ્રેન્ચાઈઝીના ચાહકો પણ ખૂબ જ અનોખા છે. RCB સતત IPL રમે છે, પરંતુ ટીમ 16 સીઝનમાં એક પણ વખત ટાઈટલ જીતવામાં સફળ રહી નથી.

છતાં હજુ પણ તેના ચાહકો દર વર્ષે આ જ રીતે આ ટીમને સપોર્ટ કરે છે. તેથી જ્યારે RCB મહિલા ટીમે વુમન્સ પ્રીમિયર લીગ 2024ની બીજી સિઝનની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ખિતાબના દુકાળનો અંત લાવ્યો, ત્યારે ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. બીજી તરફ, હવે RCB મહિલા ટીમની આ જીતનો ક્રેઝ ક્રિકેટ ફેન્સના માથે ચડી ગયો છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં RCB મહિલા ક્રિકેટ ટીમના એક ફેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ પ્રશંસકે પોતાના હાથ પર RCB મહિલા ક્રિકેટ ટીમની તમામ વિજેતા ખેલાડીઓના નામનું ટેટૂ કરાવ્યું છે. RCBના આ પ્રશંસકના વીડિયો પર ચાહકો ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.

RCBના ચાહકોની વફાદારીની વાત વારંવાર થાય છે. હવે એક પ્રશંસકે કંઈક એવું કરી બતાવ્યું છે કે, જેને જોઈને બધા ચોંકી ગયા છે. આ ચાહકનું નામ છે મનોજ નાયક. તેણે RCBની મહિલા ટીમની WPL ખિતાબ જીતવાની ખુશીમાં તેણે પોતાના હાથ પર તમામ ખેલાડીઓના નામ ટેટૂ કરાવ્યા છે. મનોજે X પર વીડિયો પોસ્ટ કર્યો છે અને આવું કરવાનું કારણ પણ જણાવ્યું છે. મનોજે તેના એક્સ બાયોમાં પોતાને ગાંડપણની હદ સુધી RCBનો ફેન હોવાનું જણાવ્યું છે. આ સિવાય તે વિરાટ કોહલી અને RCBનો પણ ફેન છે.

મનોજે લખ્યું છે કે, ત્રણ વખત IPL ફાઈનલ હાર્યા પછી પણ તેણે આશા છોડી નથી. છેવટે, આ વખતે મહિલા ટીમે WPL ટાઇટલ જીત્યું છે. તે આગળ લખે છે કે, મહિલા ટીમે RCBના ચાહકોને તે આપ્યું જે અમે છેલ્લા 16 વર્ષથી શોધી રહ્યા હતા. મનોજના કહેવા પ્રમાણે, તેણે પોતાને વચન આપ્યું હતું કે, જો મહિલા ટીમ WPL 2024નો ખિતાબ જીતશે તો તેના હાથ પર તમામ ખેલાડીઓના નામ લખાવશે. આજે મેં એ વચન પૂરું કર્યું.

IPLની આ સિઝનમાં RCB પુરુષ ટીમની વાત કરીએ તો, ટીમે અત્યાર સુધી ત્રણમાંથી બે મેચ જીતી છે. જો કે તેના માટે રાહતની વાત છે કે, વિરાટ કોહલી ફોર્મમાં છે. અત્યાર સુધી, RCB ત્રણ વખત IPL ફાઇનલમાં પહોંચ્યું છે, 2009, 2011 અને 2016. જોકે તે એક પણ વખત ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. RCBના ચાહકો દરેક વખતે તેમની ટીમ ચેમ્પિયન બને તેની આતુરતાથી રાહ જુએ છે. પરંતુ અંત સુધી પહોંચતા સુધીમાં તેઓ નિરાશ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp