ફેને ધોનીને RCBમાં સામેલ થઇ ટ્રોફી જીતાડવા કહ્યું તો માહીએ આપ્યો આ જવાબ

PC: timesnownews.com

ધોની ક્રિકેટ જગતની એક એવી હસ્તી છે, જેના ફેન્સ દેશ-વિદેશમાં છે. માત્ર IPLમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ફેન્સ જ ધોનીને પસંદ કરતા નથી, પરંતુ બાકી ફ્રેન્ચાઇઝીના કટ્ટર ફેન્સના પણ ચાહિતા છે ધોની. મંગળવારે થયેલા IPL 2024 ઓક્શનમાં ચેન્નાઈએ પોતાની ટીમ પૂરી કરી લીધી. જો કે, ચેન્નાઈ ગોરાલ્ડ કોએત્જી અને અલ્જારી જોસેફ જેવા ખેલાડીઓને ખરીદી ન શકી. છતા ટીમ ખૂબ શાનદાર દેખાઈ રહી છે. ગયા વર્ષની વિજેતા ફ્રેન્ચાઇઝીએ કેટલાક એવા ચહેરા પોતાની ટીમમાં સામેલ કર્યા છે, જે નિશ્ચિત રૂપે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ચેન્નાઈની સૌથી મોટી ખરીદી ડેરિલ મિચેલ (14 કરોડ) રહ્યો.

ચેન્નાઈએ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર રચીન રવીન્દ્રને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હવે આ બધા વચ્ચે એક મજેદાર ઘટના સામે આવી છે. વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)નો એક જબરો ફેન ઈચ્છે છે કે ધોની હવે ચેન્નાઈ છોડીને બેંગ્લોરની કેપ્ટન્સી સંભાળે અને વિરાટ કોહલી સાથે મળીને બેંગ્લોરને IPL ટ્રોફી જીતાડે. ફેને પોતાની આ ઈચ્છા ધોનીને બતાવી, ધોનીએ બેંગ્લોરને પોતાની શુભેચ્છા આપી, પરંતુ તેણે બેંગ્લોરમાં સ્મેલ થવાના નિમંત્રણને ખૂબ જ વિનમ્રતાથી ઠુકરાવી દીધું.

એક વાતચીત દરમિયાન ફેને ધોનીને કહ્યું કે, ‘હું 16 વર્ષથી RCBનો કટ્ટર ફેન રહ્યો છું અને જે પ્રકારે તમે ચેન્નાઈ માટે 5 IPL ટ્રોફી જીતી છે. હું ઈચ્છું છું કે તમે અમારું સમર્થન કરો અને અમારા માટે ટ્રોફી જીતો. માહીને ફેનને કહ્યું કે, તમે જાણો છો કે RCB એક ખૂબ સારી ટીમ છે. તમારે એ જોવાની જરૂરિયાત છે કે ક્રિકેટમાં બધુ યોજના મુજબ થતું નથી. IPLમાં બધી 10 ટીમો ખૂબ મજબૂત છે. સમસ્યા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે ઇજાના કારણે કેટલાક ખેલાડી રમી શકતા નથી.

ધોનીએ આગળ કહ્યું કે, બધી ટીમો ખૂબ સારી છે અને બધા પાસે IPL જીતવાનો ઉચિત અવસર છે. હું દરેક ટીમને શુભેચ્છા આપવા માગું છું. તેનાથી વધારે હું કંઇ નહીં કરી શકું. કલ્પના કરો કે હું કોઈ અન્ય ટીમનું સમર્થન કરવા કે મદદ કરવા માટે આગળ આવું છું તો અમારા ફેન્સને કેવું લાગશે? ધોનીના આ જવાબે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી લીધી છે. આ મામલે લોકો ધોનીના ભરપેટ વખાણ કરી રહ્યા છે. IPL ઇતિહાસમાં સૌથી વધુ કેપ્ડ ખેલાડીઓ સાથે ધોની આગામી વર્ષે IPL ટ્રોફી બચાવવા માટે ચેન્નાઈનું ફરીથી નેતૃત્વ કરશે. IPL 2024 માટે ચેન્નાઈની 25 સભ્યોની ટીમમાં 8 વિદેશી ખેલાડી છે.

5 વખતની ચેમ્પિયને દુબઈમાં મિની ઓક્શનમાં રચીન રવીન્દ્ર (1.8 કરોડ), શાર્દૂલ ઠાકુર (4 કરોડ), ડેરિલ મિચેલ (14 કરોડ), સમીર રિઝવી (8.4 કરોડ) અને મુસ્તફિઝુર રહમાન (2 કરોડ)ને ખરીદ્યા. ચેન્નાઈએ નવી સીઝન અગાળ કેપ્ટન ધોની, મોઈન અલી, દીપક ચાહર, ડેવોન કોનવે, તુષાર દેશપાંડે, શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગરગેકર, રવીન્દ્ર જાડેજા, મહેશ તીક્ષ્ણા, મિશેલ સેન્ટનર અને અજિંક્ય રહાણેને યથાવત રાખ્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની આખી ટીમ:

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજય મંડલ, અજિંક્ય રહાણે, દીપક ચાહર, મહિષ તીક્ષ્ણા, મથિશા પાથિરાના, મિચેલ સેન્ટનર, મોઈન અલી, મુકેશ ચૌધરી, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, રાજવર્ધન હંગરગેકર, રવીન્દ્ર જાડેજા, શેખ રાશિદ, શિવમ દુબે, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, રચીન રવીન્દ્ર, શાર્દૂલ ઠાકુર, ડેરિલ મિચેલ, સમીર રિઝવી, મુસ્તફિઝુર રહમાન અને અવનીશ રાવ અરાવલી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp