Video: '6 6 6 6 6 6', આ ભારતીય ક્રિકેટરે 1 ઓવરમાં 6 સિક્સ લગાવીને મચાવી સનસની

PC: india.com

ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટમાં હાલના દિવસોમાં અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં આંધ્ર પ્રદેશના એક બેટ્સમેન વામશી કૃષ્ણાએ પોતાની શાનદાર બેટિંગથી બધાને હેરાન કરી દીધા છે. 22 વર્ષીય આ યુવા બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટવાળા ટૂર્નામેન્ટમાં T20 જેવી વિસ્ફોટક બેટિંગ કરી અને એક જ ઓવરમાં સતત 6 સિક્સ લગાવી દીધા. વામશી કૃષ્ણાની આ બેટિંગનો વીડિયો પોતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

BCCI ડોમેસ્ટિકે X (અગાઉ ટ્વીટર)પર એક વીડિયો પોસ્ટ કરતા લખ્યું 'એક ઓવરમાં 6 સિક્સ! આંધ્રાના વામશી કૃષ્ણાએ રેલવેના સ્પિનર દમનદીપ સિંહની એક ઓવરમાં 6 સિક્સ લગાવ્યા. કડપ્પામાં કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં 64 બૉલમાં 110 રનની વિસ્ફોટક ઇનિંગ.' અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં આંધ્ર પ્રદેશ અને રેલવે વચ્ચે એક મેચ રમાઈ. આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી આંધ્ર પ્રદેશની ટીમના ઓપનર બેટ્સમેન વામશી કૃષ્ણાએ રેલવેના સ્પિનર દમનદીપ સિંહની એક ઓવરમાં સતત 6 સિક્સ લગાવી દીધા.

વામશી કૃષ્ણાએ માત્ર 64 બૉલમાં 110 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તેના શાનદાર પ્રદર્શનની મદદથી આંધ્ર પ્રદેશની ટીમે પહેલી ઇનિંગમાં 378 રનનો સ્કોર બોર્ડ પર બનાવ્યો. વામશી કૃષ્ણા દ્વારા એક ઓવરમાં 6 સિક્સ લગાવ્યા બાદ રવિ શાસ્ત્રી (વર્ષ 1985), યુવરાજ સિંહ (વર્ષ 2007) અને ઋતુરાજ ગાયકવાડ (વર્ષ 2022)ના ક્લબમાં સામેલ થઈ ગયો છે. તો રેલવે તરફથી એસ.આર. કમાર અને એમ.ડી. જયસ્વાલે સૌથી વધુ 3-3 વિકેટ લીધી. વિશાખાપટ્ટનમના વાઈ.એસ. રાજા રેડ્ડી ACA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આંધ્ર પ્રદેશને 378 રન સમેટ્યા બાદ રેલવેએ પણ બેટિંગમાં દમ દેખાડ્યો.

રેલવેના ઓપનર અંશ યાદવે બોલરોને ખૂબ ધોઈ નાખતા 597 બૉલમાં 14 ફોર અને 2 સિક્સની મદદથી 268 રન બનાવ્યા. એ સિવાય રવિ સિંહે પણ 311 બૉલમાં 17 ફોર અને 13 સિક્સની મદદથી 258 રન બનાવ્યા. અંચિત યાદવે 219 બૉલમાં 13 ફોર અને 2 સિક્સ લગાવીને 133 રનની ઇનિંગ રમી. રેલવેએ પહેલી ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને 865 રનનો પહાડ જેવો સ્કોર બનાવીને 487 રનની લીડ હાંસલ કરી. જો કે, આ મેચ ડ્રો પર સમાપ્ત થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp