પોન્ટિંગ બાદ વધુ એક દિગ્ગજે ભારતીય ટીમના હેડ કોચ બનવાનો કર્યો ઇનકાર

PC: cricketaddictor.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ભારતીય ટીમ માટે આગામી હેડ કોચ શોધી રહી છે. આ ક્રમમાં ગૌતમ ગંભીર, હરભજન સિંહ, સ્ટીફન ફ્લેમિંગ, જસ્ટિન લેંગર જેવા ઘણા દિગ્ગજોના નામ સામે આવી રહ્યા છે, જે ભારતીય ટીમના હેડ કોચ બનવાના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જો કે, BCCIની આ શોધ વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ખુલાસો કરતા કહ્યું હતું કે, BCCI તરફથી તમને પણ કોચ બનવાની ઓફર મળી હતી, જેને તેમણે ઠુકરાવી દીધી.

રિકી પોન્ટિંગ બાદ વધુ એક દિગ્ગજ એન્ડી ફ્લાવરનું નામ સામે આવી રહ્યું છે. ભારતીય હેડ કોચના પદ માટે એન્ડી ફ્લાવરના નામની પણ ચર્ચા કરવામાં આવી રહી હતી, પરંતુ પોતે એન્ડી ફ્લાવરને ભારતીય ટીમના હેડ કોચ બનાવમાં કોઈ રસ નથી. IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના હેડ કોચ રહેલા એન્ડી ફ્લાવરે એલિમિનેટર મેચમાં ટીમની હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેં ભારતના હેડ કોચ પદ માટે અરજી કરી નથી અને હું તેના માટે અરજી નહીં કરું.

તેમણે વધુમાં કહ્યું કે, હું લીગમાં આ સમયની પોતાની ભાગીદારીથી ખુશ છું અને હું વાસ્તવમાં તેનો આનંદ લઈ રહ્યો છું. એ ખૂબ આકર્ષક કામ છે અને હું કેટલાક અદ્વભૂત સંગઠનો સાથે કામ કરી રહ્યો છું. હું અત્યારે પોતાના કામથી ખુશ છું. એન્ડી ફ્લાવર પાસે કોચિંગનો લાંબો અનુભવ છે. તેઓ ઇંગ્લેન્ડની ટીમના પણ હેડ કોચ રહ્યા હતા. તેમણે વર્ષ 2012માં ઇંગ્લેન્ડની ટીમના હેડ કોચનું પદ સંભાળ્યું હતું. તેમની કોચિંગમાં જ ઇંગ્લેન્ડે ભારતમાં આવીને ટેસ્ટ સીરિઝ જીતી હતી.

IPL 2024 અગાઉ જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવા હેડ કોચની જાહેરાત થઈ એન્ડી ફ્લાવર આ જવાબદારી સોંપવામાં આવી છે. તેમના કોચ બન્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કર્યું. લીગના શરૂઆતી ફેઝમાં પાછળ રહ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત 7 મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી.  જો કે, ટીમને એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે હારનો સામનો કરવો પડ્યો.  આ મેચમાં હાર સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર IPL 2024માં પૂરી થઈ ગઈ અને ફરી એક વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ટ્રોફી જીતવાનું સપનું તૂટી ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp