146 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ટાઇમ આઉટ થયો ખેલાડી, શાકિબ અલ હસનને ગાળો પડી

PC: twitter.com

દિલ્હીના સ્ટેડિયમમાં આજે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે, ત્યારે એક એવો કિસ્સો બન્યો હતો, જે ક્રિકેટ ઈતિહાસમાં નોંધાય ગયો છે.  ઈન્ટરનેશનલ ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં આવો કિસ્સો નથી બન્યો, જે આજે બન્યો હતો. ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર કોઈ ખેલાડીને ટાઇમ આઉટ આપવામાં આવ્યો છે. આવું પહેલીવાર થયું છે.

 
 
 
View this post on Instagram

A post shared by ICC (@icc)

શ્રીલંકાનો એન્જેલો મૈથ્યૂઝ આનો ભોગ બન્યો હતો અને આના માટે જવાબદાર હતો બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન. હાલમાં તો શાકિબ અલ હસને જે કર્યું છે, તેના માટે તેને ગાળો પડી રહી છે.

વાત એવી છે કે, શ્રીલંકાની ઈનિંગની 25મી ઓવરમાં શાકિબ અલ હસને સદીરા સમરવિક્રમાને આઉટ કરી દીધો. ત્યાર બાદ તેની જગ્યાએ નવા બેટ્સમેન તરીકે એન્જેલો મૈથ્યૂઝ ક્રીઝ પર આવ્યો, પરંતુ જ્યારે એન્જેલો ક્રીઝ પર આવ્યો, ત્યારે તેને ખબર પડી કે તેના હેલમેટની સ્ટ્રીપ તૂટી ગઈ હતી. એટલે તેણે ઈશારો કરીને શ્રીલંકન પેવેલિયન તરીકે બીજું હેલમેટ લાવવા કહ્યું અને શ્રીલંકાનો બેટ્સમેન દોડીને લઈને પણ આવ્યો.

પરંતુ આ બધા વચ્ચે શાકિબ અલ હસને અમ્પાયરને ટાઇમ આઉટ માટે અપીલ કરી દીધી અને એન્જેલો મૈથ્યૂઝને આઉટ આપવા કહ્યું. પહેલા અમ્પાયરને લાગ્યું કે તે મજાક કરે છે, પણ પછી ખબર પડી કે શાકિબ સિરિયસ હતો. અમ્પાયરે પણ નિયમ મુજબ આઉટ આપવો પડ્યો. એન્જેલો મૈથ્યૂઝે તેની તૂટેલી સ્ટ્રીપ બતાવીને સ્પષ્ટીકરણ આપ્યું પણ શાકિબ અલ હસનને જરા પણ ફરક ના પડ્યો અને તેણે આઉટ જ માગ્યો. કારણ કે નિયમ મુજબ એક ખેલાડી આઉટ થાય તો બીજા ખેલાડીએ બે મિનિટની અંદર મેદાન પર આવીને બોલ રમવાનો હોય છે, પણ આમાં બોલ રમે એ પહેલા જ એન્જેલોના હેલમેટમાં ફોલ્ટ આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશી કેપ્ટને આ વાતને સાઇડ પર મૂકી બેટ્સમેનની ટાઇમ આઉટ માટે અપીલ કરી હતી.

રુલ 40.1.1 મુજબ કોઈ વિકેટ પડ્યા પછી આવનારા નવા બેટ્સમેનને 2 મિનિટની અંદર બોલ રમવા માટે તૈયાર થવું પડે છે. જો નવો બેટ્સમેન આવું ન કરી શકે તો તેને ટાઇમ આઉટ અંતર્ગત આઉટ આપી શકાય ચે.

શાકિબ અલ હસનના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર આકરા શબ્દોમાં ટીકા થઈ રહી છે. તેને લોકો ચીટર કહી રહ્યા છે. અમુક લોકો કહી રહ્યા છે, શાકિબ અલ હસન પાસેથી તમે આ જ આશા રાખી શકો. તે અમ્પાયરનું પણ સન્માન નથી કરતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp