ICCને ભારતની ફરિયાદ પર ગુસ્સે થયો દાનિશ કનેરિયા,PCBને કહ્યું-બીજામાં ખામી ન શોધો

PC: hindi.sportzwiki.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપને લઈને ICCને ત્રણ ફરિયાદો દાખલ કરી છે. PCBએ પોતાની ફરિયાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે ગેરવર્તન, પાકિસ્તાની પ્રશંસકોને ભારત ન આવવા દેવા અને ભારતની વિઝા નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. મેચમાં ભારત સામે હાર મળ્યા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ કાર્યવાહી કરી છે. ભારતમાં આ અંગે નારાજગી છે અને પાકિસ્તાનમાં પણ તેના વિરોધમાં અવાજ ઉઠાવવામાં આવ્યો છે.

 

હકીકતમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ PCBની આ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. દાનિશ કનેરિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, 'પાકિસ્તાની પત્રકાર ઝૈનબ અબ્બાસને કોણે ભારત અને હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી કરવા કહ્યું? મિકી આર્થરને ICC ઇવેન્ટને BCCI ઇવેન્ટ કહેવાનું કોણે કહ્યું? રિઝવાનને જમીન પર નમાજ અદા કરવા કોણે કહ્યું? બીજામાં ખામીઓ શોધવાનું બંધ કરો.'

અહીં તમને જણાવી દઈએ કે, PCB પર દાનિશ કનેરિયા દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી હંગામો ચાલી રહ્યો છે. ઝૈનબ અબ્બાસ એક પાકિસ્તાની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે અને તે વર્લ્ડ કપ કવર કરવા માટે ભારત આવી હતી, પરંતુ તેને ભારતમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને તેનું કારણ તેના દ્વારા ઘણા સમય પહેલા હિંદુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવેલી ટ્વિટ હતી, જે વાયરલ થઈ રહી હતી.

 

આ સિવાય મિકી આર્થરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ કોઈ ICC ઈવેન્ટ નથી પરંતુ BCCI ઈવેન્ટ છે. મિકી આર્થરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચ પછી આ વાત કહી હતી, જેમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. મિકી આર્થરે કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન મેચ સંપૂર્ણપણે BCCIની ઈવેન્ટ લાગે છે. આ ક્યાંયથી પણ ICC ઇવેન્ટ જેવું લાગતું ન હતું. મેં સ્ટેડિયમમાં ‘દિલ-દિલ પાકિસ્તાન બાર બાર’ સાંભળ્યું નથી. આ તમામ બાબતો મેચના પરિણામને અસર કરે છે.

પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને નેધરલેન્ડ સામેની પોતાની પ્રથમ મેચમાં મેદાન પર નમાઝ અદા કરી હતી. આ અંગે રિઝવાન વિરુદ્ધ ICCમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, રિઝવાને જે કર્યું તે રમતની ભાવના વિરુદ્ધ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp