PSLમાં એવું શું થયું કે રોષે ભરાયો બાબર આઝમ, જુઓ વાયરલ વીડિયો

PC: india.com

પાકિસ્તાનમાં હાલના દિવસોમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) 2024 રમાઈ રહી છે. લીગમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ પેશાવર જાલ્મીની કેપ્ટન્સી કરી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં પેશાવર જાલ્મી અને મુલ્તાન સુલ્તાન્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં ફેન્સે બાબર આઝમ સામે 'ઝિમ્બાબર'ના નારા લગાવવાના શરૂ કરી દીધા, ત્યારબાદ માહોલ ગરમ થઈ ગયો અને પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન ગુસ્સાથી લાલચોળ થઈ ગયો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બાબાર આઝમ પોતાની સાથે ડગઆઉટમાં બેઠો હોય છે. બાબર આઝમને જોઈને સ્ટેન્ડ્સમાં બેઠા ફેન્સ નારા લગાવવાની શરૂઆત કરી દે છે. તેને જોઈને બાબર આઝમ રોષે ભરાઈ જાય છે અને પહેલા તો બાબર આઝમ નારા લગાવનારા લોકોને ઈશારો કરીને પોતાની તરફ બોલાવે છે. છતા ફેન્સ શાંત થતા નથી, ત્યારબાદ બાબર આઝમ હાથમાં પકડેલી બોટલ ફેકીને મારવાનો ઈશારો કરે છે. ત્યારબાદ બાબર આઝમના ચહેરા પર ગુસ્સો જોવા મળે છે. જો કે, ફેન્સ કોઈ પણ પ્રકારે શાંત થતા નથી અને તેઓ સતત 'ઝિમ્બાબર'ના નારા લગાવતા રહે છે.

આ ઘટના મુલ્તાનના મુલ્તાન ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ હતી. સોશિયલ મીડિયા પર ઉપરોક્ત ઘટનાની વિભિન્ન પ્રતિક્રિયાઓ સામે આવી છે. મોટા ભાગના ફેન્સે દર્શકોના આ વ્યવહારની નિંદા કરી છે અને બાબર આઝમને પોતાનું સમર્થન આપ્યું છે. હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી આ ઘટનાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે મુલ્તાન સુલ્તાન્સ વિરુદ્ધ રમેલી મેચમાં પેશાવર જાલ્મીએ 5 રનથી જીત પોતાના નામે કરી લીધી હતી. મેચની વાત કરીએ તો પેશાવર જાલ્મીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણાય લીધો હતો.

પહેલા બેટિંગ કરતા તેણે સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. હસીબુલ્લાહ ખાને સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. એ સિવાય બાબર આઝમે 31 રન બનાવ્યા હતા. 180 રનનો લક્ષ્ય હાંસલ કરવા ઉતરેલી મુલ્તાન સુલ્તાનની ટીમ સીમિત 20 ઓવરમાં 174ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે ડેવિડ મલાને 25 બૉલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી 52 રનોની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp