અનિલ કુંબલેના મતે જો ભારતીય ટીમ આ વર્લ્ડ કપ જીતે તો આ ખેલાડીનો મેજર રોલ રહેશે

PC: sportskeeda.com

T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનને હરાવીને ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી. આ જીતનો હીરો જસપ્રીત બુમારહ રહ્યો, જેની સ્પેલના જેટલા વખાણ કરવામાં આવે, ઓછા હશે. 14 ઓવર સુધી મેચ પૂરી રીતે પાકિસ્તની ટીમના પક્ષમાં જતી દેખાઈ રહી હતી, પરંતુ પછી જસપ્રીત બુમારહે મોહમ્મદ રિઝવાનની વિકેટ લઈને ભારતની મેચમાં વાપસી કરાવી દીધી, ત્યારબાદ ભારતે એક મહત્ત્વની જીત હાંસલ કરી. આ જીત બાદ પૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલેએ ભવિષ્યવાણી કરી દીધી છે.

પૂર્વ ભારતીય દિગ્ગજ અનિલ કુંબલેનું કહેવું છે કે જો ભારતે T20 વર્લ્ડ કપ 2024 જીતવો હોય તો જસપ્રીત બૂમારહે મહત્ત્વની ભૂમિકા નિભાવવી પડશે. જસપ્રીત બુમારહે પાકિસ્તાન વિરુદ્ધ મેચ વિનિંગ ઇનિંગ નાખી અને ભારતીય ટીમને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી, પરિણામે બેક ટૂ બેક બીજી વખત મેન ઓફ ધ મેચના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. હવે અનિલ કુંબલેએ ભવિષ્યવાણી કરતા કહ્યું કે, ‘આપણે 15મી ઓવર જોઈ.

તેણે મોહમ્મદ રિઝવાનની વિકેટ લીધી અને પછી 19મી ઓવરમાં જ્યારે તમને ખબર હતી કે જો તેણે એ ઓવરમાં થોડી બાઉન્ડ્રી ખાધી હોત તો અંતિમ ઓવરમાં 10 કે 12 રન રાજી જતા, પરંતુ એક વખત જ્યારે સ્કોર અંતમાં 18 કે 19 રન પર પહોંચી જાય છે તો આ પ્રકારની પીચ પર ટેલેન્ડર્સ માટે આવીને રન બનાવવા અસંભવ થઈ જાય છે એટલે જો ભારત આ ટૂર્નામેન્ટ જીતે છે તો જસપ્રીત બૂમરાહે તેમાં મહત્ત્વની ભૂમિકા નિભાવવી પડશે.

પાકિસ્તાન સાથે રમાયેલી મેચની વાત કરીએ તો તેમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવર પણ ટકી ન શકી અને માત્ર 119 રનના સ્કોર પર જ ઓલઆઉટ થઈ ગઈ, પરંતુ પછી જીત અપાવવાની જવાબદારી ભારતીય બોલરોએ ઉઠાવી અને શાનદાર બોલિંગ કરી. જસપ્રીત બૂમરાહે શાનદાર સ્પેલ નાખી અને 3 વિકેટ લીધી. તો હાર્દિક પંડ્યાએ 2, તેમજ અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લઈને ભારતને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. આ પ્રકારે ભારતીય ટીમે 6 રનથી મેચ જીતી અને જસપ્રીત બૂમરાહને સતત બીજી મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp