ધોનીને ડ્રેસિંગ રૂમમાં મળવા પહોંચ્યો હતો કોહલી, પ્લેઓફથી બહાર થવા પર માહીએ..
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)થી ગયા હાલની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની વિદાઇ ફેન્સને હેરાન કરનારી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ જે પ્રકારે અંતિમ લીગ મેચમાં ટીમને હરાવતા પ્લેઓફની ટિકિટ પક્કી કરી, એ ચમત્કારથી ઓછી નહોતી. સતત 6 મેચ જીતીને ટીમે આ કમાલ કરી. હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખૂબ નિરાશ થઈ ગયો હતો અને તે મેચ સમાપ્ત થયા બાદ ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો હતો.
એવા સમાચાર છે વિરાટ કોહલીએ ત્યાં જઈને તેમની સાથે મુલાકાત કરી અને બંને વચ્ચે મહત્ત્વની વાતચીત થઈ. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમના પૂર્વ કેપ્ટને મહેન્દ્ર સિંહ ધોનીએ શરૂઆત અગાઉ જ ઋતુરાજ ગાયકવાડને ટીમની કમાન સોંપી દીધી હતી. 14 લીગ મેચ રમ્યા બાદ ટીમ 7 જીત હાંસલ કરીને 14 પોઇન્ટ્સ સુધી પહોંચી ગઈ. નેટ રનરેટના આધાર પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફની જંગમાં બાજી મારી.
કરો યા મરો મેચમાં બેંગ્લોરની ટીમે સીમિત 20 ઓવરમાં 2019 રનનું લક્ષ્ય રાખ્યું હતું, જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 191 રન સુધી જ પહોંચી શકી. મેચ સમાપ્ત થયા બાદ મહેન્દ્ર સિંહ ધોની મેદાનથી સીધો ડ્રેસિંગ રૂમ તરફ જતો રહ્યો હતો. વિરોધી ટીમના ખેલાડીઓ સાથે તેને હાથ મળાવ્યા નહોતા. એવા સમાચાર છે કે વિરાટ કોહલીએ મેચમાં જીત હાંસલ કર્યા બાદ ડ્રેસિંગ રૂમમાં જઈને ધોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે જે વાત થઈ એ પણ સામે આવી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, મહેન્દ્ર સિંહ ધોનીએ વિરાટ કોહલીને પ્લેઓફમાં પહોંચવાની શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે, પ્લેઓફમાં પહોંચવા પર શુભકામનાઓ, આગામી મેચો માટે ગુડ લુક, તમારે ફાઇનલ સુધી જવું પડશે અને જીતવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp