ટીમનું કોચિંગ કરવા વધુ એક દિગ્ગજે ના પાડી, કહ્યું- સમય પણ નથી...
BCCIના લોકો ટીમ ઈન્ડિયાના નવા કોચની શોધમાં છે. પરંતુ તેની શોધ કરતાં વધુ ચર્ચા આ પોસ્ટનો ઇનકાર કરનારા લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ઘણા લોકો પછી હવે શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારા પણ આ યાદીમાં સામેલ થઈ ગયા છે. દિલ્હી કેપિટલ્સના રિકી પોન્ટિંગ અને લખનઉ સુપર જાયન્ટ્સના જસ્ટિન લેંગર પછી, રાજસ્થાન રોયલ્સના સંગાકારાએ પણ આ પદ પ્રત્યે અરુચિ વ્યક્ત કરી છે.
RR ડાયરેક્ટર ઓફ ક્રિકેટ સંગાકારાએ આવી અફવાઓને રદિયો આપ્યો હતો. તે તેની IPL ફ્રેન્ચાઇઝી છોડીને BCCIમાં પૂર્ણ સમયની ભૂમિકામાં જોડાવા માંગતો નથી. તેણે કહ્યું કે ન તો BCCIએ તેનો સંપર્ક કર્યો અને ન તો તેની પાસે આ નોકરી માટે સમય હતો. સંગાકારાએ શુક્રવારે 24 મેના રોજ રાજસ્થાન રોયલ્સની હાર પછી આ વાત કહી હતી. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'મારો સંપર્ક કરવામાં આવ્યો ન હતો અને મારી પાસે ભારતમાં કોચિંગની પૂર્ણ સમયની નોકરી માટે સમય પણ નથી. હું રોયલ્સની સાથે ખુશ છું અને જોઈએ કે તે કેવી રીતે આગળ વધે છે.'
આ પહેલા BCCI સેક્રેટરી જય શાહે આ મુદ્દે વાત કરી હતી. તેણે સ્પષ્ટતા કરી હતી કે BCCIએ આ પદ માટે કોઈ ઓસ્ટ્રેલિયનનો સંપર્ક કર્યો નથી. હકીકતમાં, અફવાઓ ચાલી રહી હતી કે BCCI આ પદ માટે રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગરના સંપર્કમાં છે. પરંતુ જય શાહે સ્પષ્ટ કહ્યું કે, એવું કંઈ નથી. તેમણે વાત વાતમાં એમ પણ કહી દીધું કે, ભારતીય ટીમનો આગામી કોચ ભારતીય હશે. જેમને ભારતમાં ક્રિકેટના બંધારણની સંપૂર્ણ જાણકારી છે.
આ બધાની વચ્ચે રાહુલ દ્રવિડે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, તે પોતાનો કાર્યકાળ વધારવા માંગતો નથી. T20 વર્લ્ડ કપ પછી દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થશે અને તે તેના રસ્તે આગળ જશે. આ પહેલા તેનો કોન્ટ્રાક્ટ ગત નવેમ્બરમાં યોજાયેલા વનડે વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ ગયો હતો. પરંતુ BCCIએ તેને એક્સટેન્શન આપીને રોકી દીધું હતું. હવે એ સ્પષ્ટ છે કે, દ્રવિડ વધુ એક્સ્ટેંશનના પક્ષમાં નથી. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27મી મે છે.
અને અત્યાર સુધીના દાવા પ્રમાણે ગૌતમ ગંભીર આ રેસમાં સૌથી આગળ છે. પરંતુ તેમના માટે અહીં આવવું આસાન નહીં હોય. KKRના માલિક શાહરૂખ ખાને ગંભીરને KKRમાં પાછા લાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. અને ગંભીરે શાહરૂખને અહીંથી અલગ થવા માટે મનાવવો પડશે. આના વગર તેના માટે ટીમ ઈન્ડિયામાં સામેલ થવું અસંભવ લાગે છે. વેલ, ગંભીરને આ કામમાં રસ છે. આવી સ્થિતિમાં, તે ચોક્કસપણે તેના શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પરંતુ તે પહેલા, રવિવાર 26 મેના રોજ IPL 2024 ફાઈનલમાં તેમને SRHનો સામનો કરવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp