મહિના પછી બીજી જીત... RCB હજુ પણ પ્લેઓફની ટિકિટ મેળવી શકે છે? જાણી લો ગણિત

PC: BCCI

RCBને તેની બીજી જીત માટે આખો મહિનો રાહ જોવી પડી હતી. ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી RCBએ આ IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવીને 9 મેચમાં બીજી જીત નોંધાવી હતી. શું આ જીત મેળવ્યા પછી RCB ટીમની પ્લેઓફમાં પહોંચવાની કોઈ શક્યતા છે, જાણો તેના વિશેનું સંપૂર્ણ સમીકરણ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફરી જીતના ટ્રેક પર આવી ગયું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મહત્વપૂર્ણ મેચમાં તેણે 35 રને જીત મેળવી હતી. સતત છ મેચ હાર્યા પછી RCBને પ્રથમ જીત મળી હતી. આ IPLમાં 9 મેચ રમ્યા પછી RCBને એક મહિના પછી આ બીજી જીત મળી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBના બોલરોએ હૈદરાબાદના બેટિંગ ઓર્ડરને હચમચાવી નાખ્યું હતું. આ જીત છતાં RCB ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. આ હોવા છતાં, RCB માટે પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની શક્યતા થોડી ઘણી રહેલી છે.

RCBના હાલમાં 2 મેચમાં 4 પોઈન્ટ છે. ટીમે હજુ લીગ તબક્કામાં વધુ 5 મેચ રમવાની છે. ગાણિતિક ગણતરી પ્રમાણે આરસીબી ટોપ ચારમાં સ્થાન મેળવી શકે છે. જોકે, આ માટે તેણે બાકીની પાંચ મેચ જીતવાની સાથે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. જો RCB તેની બાકીની પાંચ મેચ જીતવામાં સફળ રહે છે, તો તેના 14 પોઈન્ટ થઈ જશે. હવે અહીં સમીકરણ એ છે કે, હૈદરાબાદ, લખનઉ, દિલ્હી, ચેન્નાઈ અને ગુજરાત ટાઇટન્સ પાસે પણ માત્ર 14 પોઈન્ટ હોવા જોઈએ. આવી સ્થિતિમાં, RCB સારી નેટ રન રેટના આધારે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે.

બીજું ક્વોલિફિકેશન સમીકરણ એ છે કે, જો હૈદરાબાદ, લખનઉ, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત ગુજરાત ટાઇટન્સમાંથી કોઈપણ બે ટીમો 16 પોઈન્ટ મેળવે છે, તો RCBની પ્લેઓફમાં પહોંચવાની આશા એકદમ ખતમ થઇ જશે. આ સિવાય બીજી એક હાર પછી RCB પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

IPLના 10-ટીમ ફોર્મેટમાં, એક ટીમને પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે 16 પોઈન્ટની જરૂર હોય છે. 10 ટીમોના આગમન સાથે ક્વોલિફાઈંગ માર્ક 16 થઈ ગયો. આ પહેલા 2018થી 2021 સુધી ચોથી ટીમ 14 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી હતી. 2022થી IPLમાં 2 ટીમો વધી. આ પછી ટીમને નોકઆઉટમાં પ્રવેશવા માટે 16 પોઈન્ટની જરૂર હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp