અરશદ નદીમે ગોલ્ડ જીતતા સસરાએ ખુશ થઈ એવી ગિફ્ટ આપી જેનો કોઈને અંદાજ નહીં હોય

PC: x.com

પાકિસ્તાનના ભાલા ફેંક એથલીટ અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાને હરાવીને આ ઈવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અરશદે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. જમાઈના આ પરાક્રમને કારણે ભાવવિભોર થયેલા સસરાએ ભેટમાં ભેંસ આપવાની જાહેરાત કરી છે. સસરા નવાઝે અરશદને ભેંસ ગિફ્ટ કરવાનું કારણ પણ આપ્યું છે. નદીમ પેરિસથી પાકિસ્તાન પરત ફર્યો છે.

પાકિસ્તાનના ભાલા ફેંક એથલીટ અરશદ નદીમ પર હાલમાં રોકડ પુરસ્કારોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. નદીમે પેરિસમાં ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ જીતીને આ ઓલિમ્પિકમાં પાકિસ્તાનનું મેડલ ખાતું ખોલાવ્યું હતું. 40 વર્ષમાં પાકિસ્તાનનો આ પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ છે. તેણે પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં 92.97 મીટર બરછી ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નદીમે એક નહીં પરંતુ બે વખત 90નો આંકડો પાર કર્યો હતો. જમાઈના આ ઐતિહાસિક પ્રદર્શનથી સસરા મોહમ્મદ નવાઝ પણ ખુબ જ ખુશ છે. તેમના ગ્રામીણ ઉછેર અને પરંપરાને ધ્યાનમાં રાખીને, તેમણે તેમના જમાઈ અરશદને એક ભેંસ ભેટમાં આપવાનું નક્કી કર્યું છે.

મોહમ્મદ નવાઝે રવિવારે નદીમના ગામમાં સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, તેમના ગામમાં ભેંસ ભેટમાં આપવી એ 'ખૂબ જ મૂલ્યવાન' અને 'આદરણીય' માનવામાં આવે છે. નદીમે પેરિસમાં ભાલા ફેંક સ્પર્ધામાં 92.97 મીટરના ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેમાં ભારતના નીરજ ચોપરા બીજા ક્રમે રહ્યા હતા. નવાઝે કહ્યું, 'નદીમને તેના મૂળ પર ખૂબ ગર્વ છે અને તેની સફળતા છતાં તેનું ઘર હજુ પણ તેનું ગામ જ છે અને તે હજુ પણ તેના માતા-પિતા અને ભાઈઓ સાથે રહે છે.' તેની ચાર છોકરાઓ ત્રણ પુત્રીઓ છે અને તેની સૌથી નાની પુત્રી આયેશાના લગ્ન નદીમ સાથે થયા છે.

મોહમ્મદ નવાઝે કહ્યું, 'જ્યારે અમે છ વર્ષ પહેલા નદીમ સાથે અમારી પુત્રીના લગ્ન કરવાનું નક્કી કર્યું, ત્યારે તે નાની-મોટી નોકરી કરતો હતો. પરંતુ તે તેની રમત પ્રત્યે ખૂબ જ ઝનૂની હતો અને તે ઘર અને ખેતરમાં સતત ભલા ફેંકવાની પ્રેક્ટિસ કરતો હતો.'

આ અગાઉ પાકિસ્તાને અરશદ નદીમને દેશના બીજા સર્વોચ્ચ એવોર્ડ હિલાલ-એ-ઈમ્તિયાઝથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. સરકારે આવતા અઠવાડિયે 77મા સ્વતંત્રતા દિવસના અવસરે 'આઝમ-એ-ઇસ્તેહકામ (સ્થિરતા માટેની પ્રતિબદ્ધતા)' નામની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવાનો પણ નિર્દેશ આપ્યો છે.

જ્યારે પાકિસ્તાનનું નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ નક્કી કરી રહ્યું હતું કે, પેરિસ ઓલિમ્પિકમાં જનારા સાત ખેલાડીઓનો ખર્ચ કોણ ઉઠાવશે, ત્યારે તેને માત્ર અરશદ નદીમ અને તેના કોચ જ લાયક જણાયા. નદીમ અને તેના કોચ સલમાન ફૈયાઝ બટ્ટ નસીબદાર હતા, જેમની એર ટિકિટ PSB (પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડ) દ્વારા ઉઠાવવામાં આવી હતી. પંજાબ ક્ષેત્રના ખાનવાલ ગામના આ 27 વર્ષીય ખેલાડીએ નવા ઓલિમ્પિક રેકોર્ડ સાથે ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતીને તેના પર બતાવેલા વિશ્વાસને યોગ્ય ઠેરવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp