5 નો બોલ ફેંકનારા અર્શદીપે આ બોલર પાસેથી શીખ લેવાની જરૂર, એક પણ નો બોલ નથી ફેંકી

PC: economictimes.indiatimes.com

ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી 3 T20 સીરિઝની બીજી મેચમાં યુવાન ઝડપી બોલર અર્શદીપ સિંહ સંપૂર્ણ રીતે ફ્લોપ જોવા મળ્યો હતો. આ મેચમાં તેણે 2 ઓવરમાં 5 નો બોલ ફેંકી હતી, જેના લીધે તેણે 18.50 ના ઈકોનોમી રેટથી 37 રન આપ્યા હતા. જે ભારત માટે ઘણા મોંઘા સાબિત થયા હતા. અર્શદીપ સિંહના આ ખરાબ પ્રદર્શન પછી તે ફેન્સના નિશાના પર આવી ગયો છે. જ્યારે બીજી તરફ એક એવો ભારતીય બોલર છે, જેણે કુલ 365 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે પરંતુ તેમાં એક પણ નો બોલ નાખ્યો નથી.

ભારતે 1983માં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટીમના કેપ્ટન ધાક્કડ ઓલરાઉન્ડર કપિલ દેવ હતા. કપિલ દેવ આજે 64 વર્ષના થઈ ચૂક્યા છે. તેમનું ઈન્ટરનેશનલ કરિયર 1978માં શરૂ થયું હતું અને 1994ના વર્ષમાં તેમણે રિટાયરમેન્ટ લીધું હતું. આ દરમિયાન તેમણે 356 આંતરરાષ્ટ્રીય મેચ રમી, માનવામાં આવે છે કે તેમણે પોતાના આ શાનદાર કરિયરમાં એક પણ બોલ નો બોલ તરીકે નથી નાખી. આ રેકોર્ડ પોતાના નામ પર કરનારા તે એકમાત્ર ખેલાડી છે.

પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારત માટે 225 વનડે રમી છે, જેમાં તેમણે 253 વિકેટ પોતાને નામ કરી છે. આ સિવાય 131 ટેસ્ટ મેચમાં ભારત માટે કુલ 434 વિકેટ લીધી છે. કપિલ દેવે આ વનડે મેચમાં 3783 અને ટેસ્ટ મેચમાં 5248 રન પણ બનાવ્યા છે. તેમને આજે પણ ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે માનવામાં આવે છે.

23 વર્ષનો અર્શદીપ સિંહે ટીમ ઈન્ડિયા માટે હજુ સુધી 3 વનડે અને 22 T20 મેચો રમી છે. આ વનડે મેચમાં તેને એક પણ વિકેટ મળી શકી નથી. જ્યારે T20માં તેણે ભારત માટે 8.44ના ઈકોનોમી રેટથી 33 વિકેટ લીધી છે. અર્શદીપ સિંહ એશિયા કપ અને T20 વર્લ્ડ કપ 2022 જેવી મોટી ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયામાં સામેલ હતો.

ગઈકાલની શ્રીલંકા સામેની બીજી T20 મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાની ટીમ સામે 16 રનથી હાર મેળવવી પડી હતી. આ મેચ પછી હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી પર પણ સવાલો ઉઠ્યા છે. હાર્દિકને હાલમાં ભારતીય ટીમના ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. તેવામાં તેને મળી રહેલી અસફળતા તેના આ પદ માટે ફરીથી વિચાર કરવા માટે મજબૂર કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp