ભારત ફાઇનલમાં પહોંચતા જ અખ્તરે ભવિષ્યવાણી કરી, આ ટીમને વિજેતા ગણાવી
ભારતે બીજી સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું. ભારતની જીતમાં રોહિત શર્માની કેપ્ટન્સી અને બેટિંગ બંને શાનદાર રહી હતી. આ મેચમાં ભારતે 171 રન બનાવ્યા હતા, ત્યાર પછી ઈંગ્લેન્ડની ટીમને ભારતીય સ્પિન બોલરો સામે શરણાગતિ સ્વીકારવા માટે મજબુર થવું પડ્યું હતું. ઈંગ્લેન્ડની આખી ટીમ 103 રનમાં આઉટ થઈ ગઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે આ જીત સાથે ભારત હવે 29 જૂને દક્ષિણ આફ્રિકા સાથે ફાઈનલ મેચ રમશે.
ભારતની ઐતિહાસિક જીત પછી શોએબ અખ્તરે ભારતને T20 વર્લ્ડ કપ 2024નો વિજેતા જાહેર કર્યો છે. પોતાની યુટ્યુબ ચેનલ પર અખ્તરે કહ્યું છે કે, ભારતને હવે કોઈ રોકી શકશે નહીં.
ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરે કહ્યું, 'ભારત શાનદાર રીતે રમ્યું. ભારતે ઈંગ્લેન્ડને સંપૂર્ણ રીતે હરાવ્યું છે. ટીમના તમામ ખેલાડીઓ શાનદાર રીતે રમ્યા. રોહિત હોય કે સૂર્યા, દરેક શાનદાર રીતે રમ્યા.'
અખ્તરે સીધું કહ્યું કે, હવે ભારતને કોઈ રોકી શકશે નહીં. અખ્તરે વધુમાં કહ્યું કે, ભારતીય ટીમે હવે ટાઈટલ જીતવું જોઈએ, તેઓ તેના હકદાર છે. મારું સંપૂર્ણ સમર્થન તેની સાથે છે.
અખ્તરે રોહિત શર્માના વખાણ પણ કર્યા અને કહ્યું, 'રોહિતે કેટલી અદ્ભુત કેપ્ટનશિપ કરી છે. હવે રોહિતે વર્લ્ડ કપનો ખિતાબ જીતવો જોઈએ, છેલ્લી વખતે તે ચૂકી ગયો હતો. પરંતુ આ વખતે ભારતીય ટીમે ટાઈટલ જીતવું જોઈએ. હું રોહિતનો મોટો પ્રશંસક છું, તેણે પોતાની બેટિંગ અને કેપ્ટનશિપથી દિલ જીતી લીધા છે.'
ભૂતપૂર્વ પાકિસ્તાની બોલરે દક્ષિણ આફ્રિકાની ટીમ વિશે પણ વાત કરી અને કહ્યું કે, હું દક્ષિણ આફ્રિકાની ટીમને કહીશ કે, ભારત સામે બેટિંગ કરે જો તેઓ ટોસ જીતે તો, તો જ તમે ભારત સામેની મેચમાં અમુક હદ સુધી ટકી શકશો. અન્યથા પરિણામ શું આવવાનું છે તે તો સૌ જાણે જ છે.
અહીં તમને જણાવી દઈએ કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 29 જૂને ફાઈનલ મેચ રમાશે. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે, જ્યારે ભારત ત્રીજી વખત T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. હવે ચાહકો ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp