Video: શાહરૂખે કેમ હાથ જોડીને માફી માગી, આકાશે કહ્યું- તમે મારો દિવસ બનાવી દીધો

PC: sportsyaari.com

શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે ગર્વભેર ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કિંગ ખાનની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને એકતરફી મુકાબલામાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. દરેક મેચની જેમ આ મેચમાં પણ ફ્રેન્ચાઈઝીના માલિક શાહરૂખ ખાન ટીમને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા હતા. મેચ પછી જે થયું તેણે બધાના દિલ જીતી લીધા.

હંમેશા પોતાની ટીમને સપોર્ટ કરવા માટે જાણીતા શાહરૂખ ખાન મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર હતા. KKRએ જીત નોંધાવતાની સાથે જ શાહરૂખનો ઉત્સાહ જોવા જેવો હતો. તેણે પોતાની જાણીતી શૈલીમાં ટીમને અભિનંદન આપ્યા અને સ્ટેડિયમમાં હાજર દર્શકોનું અભિવાદન કર્યું. શાહરૂખ ખાનની હાજરીએ સમગ્ર વાતાવરણને વધુ ઉત્સાહી બનાવી દીધું હતું.

શાહરૂખ ખાનની ઉજવણી કરવાની શૈલી હંમેશા અનોખી રહી છે. આ વખતે પણ તેણે પોતાની સામાન્ય શૈલીમાં જીતની ઉજવણી કરી હતી. તેમણે વ્યક્તિગત રીતે ટીમના દરેક ખેલાડી સાથે વાતચીત કરી અને તેમના યોગદાનની પ્રશંસા કરી. શાહરૂખનું આ પગલું ખેલાડીઓનું મનોબળ વધુ વધારનારું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે સતત તોફાની રમત બતાવીને IPL 2024ની ફાઈનલમાં જગ્યા બનાવી છે. કિંગ ખાન શાહરૂખની ટીમ લીગ સ્ટેજમાં ટોચ પર રહીને પ્લેઓફમાં પહોંચી હતી. હૈદરાબાદની ટીમને 159 રનમાં રોક્યા પછી ટીમે માત્ર 13.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યરે અડધી સદીની ઇનિંગ્સ રમીને ટીમની જીત આસાન બનાવી હતી.

કોલકાતાની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની જીત પછી દરેક મેચની જેમ આ વખતે પણ ફ્રેન્ચાઇઝીના માલિક શાહરૂખ ખાન મેદાનમાં પહોંચ્યા હતા. તેણે બધાને નમસ્કાર કર્યા અને બધાને જઈને મળ્યા. મેદાન પર કોમેન્ટ્રી ટીમના સભ્ય આકાશ ચોપડાને જોયા વગર જ તે થોડો આગળ નીકળી ગયો અને ફરી પાછો ફર્યો અને તેને મળ્યો અને તેની સાથે વાત કરી. તેણે ત્યાં ઉભેલા સુરેશ રૈનાને પણ ગળે લગાડ્યો અને પછી બહાર જતા જતા તેણે ઝૂકીને હાથ જોડીને આકાશને પ્રણામ કર્યા અને માફી માંગી.

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના આ વર્તનથી આકાશ ચોપરા ખૂબ જ ખુશ હતો. જ્યારે તેને ખબર પડી કે, તે લાઈવ શોની વચ્ચે આવી ગયો છે, ત્યારે તેણે પોતાની રીતે માફી માંગી હતી. આકાશ ચોપરાએ કહ્યું, તમે તો મારો દિવસ બનાવી દીધો છે. તમે શોની વચ્ચે નથી આવ્યા પણ તમે જ અમારા શોસ્ટોપર છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp