સ્ટંપિંગ અને રનઆઉટના મામલામાં ખિસ્સાકાતરૂથી પણ વધુ ફાસ્ટ હતો ધોનીઃ રવિ શાસ્ત્રી

PC: indiatimes.com

ગઈકાલે ભારતીય ટીમના પૂર્વ કૂલ કેપ્ટન ધોનીએ પોતાના રિટાયર્મેન્ટની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. જોકે, ધોનીની રિટાયર્મેન્ટની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર તેના ભરપૂર વખાણ કરવામાં આવી રહ્યા છે. માત્ર ફેન્સ જ નહીં પરંતુ આ ગેમ સાથે જોડાયેલા દિગ્ગજો પણ સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે. જેમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ સામેલ છે. એમ. એસ. ધોનીના સ્ફુર્તિલા સ્ટંપિંગ અને થ્રો પર જોયા વિના સ્ટંપ્સ પર સટીક નિશાનાનું કાયલ ભલું કોણ નહોતું. વિકેટની પાછળ ઊભો રહેતો ધોની પળવારમાં જ વિરોધી ટીમની વિકેટ ઉડાવવામાં માહેર હતો. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ તેની આ સ્ટાઈલના ફેન હતા.

ધોનીના રિટાયર્મેન્ટ બાદ કોચ રવિ શાસ્ત્રીએ તેની ગેમના ખૂબ જ વખાણ કર્યા છે. રવિ શાસ્ત્રીએ કહ્યું, વિકેટકીપર તરીકે તે નેચરલ નહોતો, પરંતુ વિરોધી ટીમ માટે તે નરકની જેમ પ્રભાવી હતો. તેણે જે પ્રભાવ છોડ્યો તેને જુઓ. મારા માટે તેની સ્ટંપિંગ અને તેના રન આઉટ ખૂબ જ મહત્ત્વના હતા. તેના હાથ ખૂબ જ ઝડપથી ચાલતા હતા, કોઈ ખિસ્સાકાતરુ કરતા પણ વધુ ઝડપી. બેટ્સમેનને એ અહેસાસ પણ નહોતો થઈ શકતો કે ધોનીએ તેની ગિલ્લીઓ ઉડાવી દીધી છે. આ કંઈક એવું છે, જે તેના પ્રભાવ સાથે જોડાયેલું છે.

રવિ શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, આ વ્યક્તિ કોઈપણ બીજા ખેલાડી કરતા કમ નહોતો અને જ્યાંથી તે આવે છે, તેણે ત્યાંથી આવનારા સમય માટે ક્રિકેટને સંપૂર્ણરીતે બદલી નાંખ્યું છે અને તેની સુંદરતા એ છે કે, તેણે આ તમામ ફોર્મેટમાં કર્યું. રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું, ધોનીએ પોતાની લીડરશિપથી ભારતીય ક્રિકેટની સૂરત બદલી નાંખી. તેને હંમેશાં આ ગેમના મહાન ખેલાડીઓમાં સામેલ કરવામાં આવશે.

58 વર્ષીય રવિ શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટમાં ધોનીના યોગદાનને યાદ કરતા કહ્યું, T20માં તેણે વર્લ્ડ કપ જીતાડ્યો અને 50 ઓવર ક્રિકેટમાં પણ વર્લ્ડ કપ જીતાડ્યો. IPLના ઘણા ખિતાબ તેણે પોતાના નામે કર્યા. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેણે ટીમને નંબર 1ની રેંકિંગ પર પહોંચાડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp