નેહરાએ કહ્યું- હું ફિનિશર શબ્દનો મોટો પ્રશંસક નથી, રિંકુ સિંહ વિશે જુઓ શું કહ્યુ

PC: indiatimes.com

ભારતના પૂર્વ બોલર આશીષ નેહરાએ રિંકૂ સિંહને લઈ એક મોટી ભવિષ્યવાણી કરી છે. જે ક્રિકેટ પ્રેમીઓની વચ્ચે ચર્ચાનું કારણ બની છે. રિંકૂ સિંહે પોતાની બેટિંગથી દેખાડ્યું કે તે મેચને ફિનિશ કરી શકે છે. એજ કારણ છે કે ફેન્સ અને ઘણાં પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ રિંકૂને ભારતનો નવો ફિનિશર ગણાવ્યો છે. તો આશિષ નેહરા આ વાતથી જરા નાખુશ છે. નેહરાએ કહ્યું કે, રિંકૂને માત્ર ફિનિશર તરીકે પોતાને જોવો જોઇએ નહીં.

જિયો સિનેમા પર વાત કરતા નેહરાએ કહ્યું કે, રિંકૂ એક એવો બેટ્સમેન છે જે ટોપ ઓર્ડર પર પણ બેટિંગ કરી શકે છે. હું ટૂંક સમયમાં તેને વનડેમાં પણ રમતો જોઇ રહ્યો છું.

પોતાની વાત રજૂ કરતા નેહરાએ કહ્યું કે, જુઓ તેણે મેચને ફિનિશ પહેલીવાર કરી નથી. અમે લોકો રિંકૂનો ટીમમાં શું ભાગ છે તેને લઈ સતત વાત કરી રહ્યા છે. ન માત્ર તેની બેટિંગ બલ્કે મેદાન પર તે જે રીતે નજર આવે છે, તેને લઇ અમે વાત કરીએ છીએ. તેના એટિટ્યૂડને લઇ એ ખબર પડે છે કે તે ટીમમેન(ટીમ પ્લેયર) છે અને દરેક ડિપાર્ટમેન્ટમાં પોતાનું 100 ટકા આપવા માગે છે. ભારતીય ટીમનો તે એક અગત્યનો ખેલાડી છે, જે આગળ જઇને ભારતને ઘણી મેચ જીતાડવાનો છે. હાં, આપણે ટી20 ક્રિકેટ વિશે વાત કરી રહ્યા છે પણ કોણ જાણે છે કે આગળ જઇને તે વનડેમાં પણ ભારત માટે કમાલનું પ્રદર્શન કરે.

ભારતના પૂર્વ બોલરે પોતાની વાત આગળ લઇ જતા કહ્યું કે, હું ફિનિશર શબ્દનો મોટો પ્રશંસક નથી. તમારો ઓપનર પણ ફિનિશર હોઇ શકે છે. જો તે સદી બનાવે છે તો તે રમત પૂરી કરીને પાછો આવી શકે છે. તો એ પણ ફિનિશર જ કહેવાશે. રિંકૂ સિંહની વાત કરીએ તો, તે એક એવો ખેલાડી છે જે ઉપરના ક્રમમાં પણ રમી શકે છે. હું તેને આગળ ચાલીને 50 ઓવરની ક્રિકેટમાં રમતા જોઇ શકું છું. તે નંબર 4, 5 કે નંબર 6 પર પણ બેટિંગ કરી શકે છે. જો આગળ ચાલીને કોઈ દિવસ ભારતના શરૂઆતી વિકેટ પડી જાય છે અને ભારતીય ટીમના 5-6 ઓવરોમાં 4 વિકેટ પર 40 રન જ છે અને તે સમયે રિંકૂ બેટિંગ માટે આવે છે તો હું ઈચ્છીશ કે રિંકૂ ભારત માટે મેચ ફિનિશ કરે.

નેહરા જી આગળ કહે છે, મને આશા છે કે રિંકૂ સિંહ કોઈ પણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. મને વિશ્વાસ છે કે તે પોતાને ફિનિશરના રૂપમાં ટેગ કરવા માગશે નહીં. તેણે પોતાને એવો ખેલાડી બનાવવો જોઇએ જે દરેક પરિસ્થિતિમાં ભારત માટે મેચ ફિનિશ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp