અશ્વિન અને જાડેજાએ ઈતિહાસ રચ્યો, કુંબલે-ભજ્જીને પાછળ છોડીને સૌથી સફળ જોડી બની
રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડીએ ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ત્રણ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સ્પિન જોડી હવે ટેસ્ટ ક્રિકેટમાં ભારતની સૌથી સફળ જોડી બની ગઈ છે. હા, તેઓએ એક જોડી તરીકે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલે અનિલ કુંબલે અને હરભજન સિંહની જોડીને પાછળ છોડી દીધી છે. કુંબલે-ભજ્જીની જોડીએ મળીને ભારત માટે 501 વિકેટ ઝડપી હતી, પરંતુ હવે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 502 વિકેટ લઈને ભારતની સૌથી સફળ જોડીનો ટેગ પોતાના નામે કરી લીધો છે.
ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારી ભારતીય બોલિંગ જોડીઃ 502- રવિચંદ્રન અશ્વિન/રવીન્દ્ર જાડેજા, 501- અનિલ કુંબલે/હરભજન સિંહ, 474- ઝહીર ખાન/હરભજન સિંહ, 431- રવિચંદ્રન અશ્વિન/ઉમેશ યાદવ, 412- અનિલ કુંબલે/જવગલનાથ શ્રીનાથ, 402- રવિચંદ્રન અશ્વિન/ઈશાંત શર્મા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, એક જોડી તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો વિશ્વ વિક્રમ જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડના નામે છે, જેમણે એક સાથે મળીને 1039 વિકેટો લીધી છે. એન્ડરસન અને બ્રોડ સિવાય શેન વોર્ન અને ગ્લેન મેકગ્રાની જોડી 1000થી વધુ વિકેટ લેનારી બીજી જોડી છે. મેકગ્રા અને વોર્ને મળીને તેમની કારકિર્દીમાં 1001 વિકેટ લીધી હતી.
ભારત vs ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ વિશે વાત કરીએ તો, બેન સ્ટોક્સે ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બેન ડકેટ અને જેક ક્રોલીની જોડીએ ટીમને ઝડપી શરૂઆત અપાવી અને પ્રથમ 11 ઓવરમાં 50 રન ઉમેર્યા. રવિચંદ્રન અશ્વિને ડકેટને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી, ત્યાર પછી ભારતને મેચમાં વાપસી કરવાનો મોકો મળ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે પહેલા જ પ્લેઈંગ 11 જાહેર કરી દીધી હતી. ટીમમાં પ્લેઇંગ 11માં 3 સ્પિનરો અને એક ફાસ્ટ બોલરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતે 3 સ્પિનરો અને 2 ઝડપી બોલરનો સમાવેશ કર્યો હતો. K.S. ભરતને વિકેટકીપર તરીકે તક મળી.
રવિચંદ્રન અશ્વિન પછી રવિન્દ્ર જાડેજા ચમક્યો, ઓલી પોપને આઉટ કર્યો, જ્યારે રવિચંદ્રન અશ્વિને જેક ક્રોલીને પણ આઉટ કર્યો. આ સ્પિન જોડીએ 5 રનની અંદર ઈંગ્લિશ ટીમને 3-3 આંચકા આપ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp