હાર-જીતથી ઇજ્જત કમાવાતી નથી, રમીઝ રાજા પર અશ્વિને કર્યો કટાક્ષ

PC: khabarchhe.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ રમીઝ રાજા પર કટાક્ષ કરતા ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, વિપક્ષી ટીમને જીત કે હારથી ઇજ્જત મળતી નથી. ગત દિવસોમાં રમીઝ રાજાએ કહ્યું હતું કે, ગયા વર્ષે T20 વર્લ્ડ કપ અગાઉ પાકિસ્તાની ક્રિકેટ ટીમને ભારતીય ટીમથી ઇજ્જત મળી નહોતી. ગયા વર્ષે વર્લ્ડ કપમાં હાર બાદ તેમણે ઇજ્જત આપવાની શરૂઆત કરી દીધી. ટીમને એ વાતનો શ્રેય મળવો જોઈએ કે, એક અબજ ડૉલરની ટીમને હરાવી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાના આ નિવેદન પર રવિચંદ્રન અશ્વિને આ વાત કહી છે. રવિચંદ્રન અશ્વિને પર્થમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, વિપક્ષી ટીમ માટે ઇજ્જત જીત કે હારથી આવતી નથી. તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે કઈ રીતે બન્યા છો અને અમે નિશ્ચિત રૂપે પાકિસ્તાની ટીમનું સન્માન કરીએ છીએ અને તેઓ પણ એમ જ કરે છે. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન વિરુદ્ધ કરશે. આ મેચ 23 ઓક્ટોબરના રોજ રમાશે.

રવિચંદ્રન અશ્વિને આ મેચને લઈને કહ્યું કે, અમે અરસ-પરસ વધારે જોતા નથી. પ્રતિદ્વંદ્વીતા મોટી છે. આ બંને દેશના લોકો માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે, પરંતુ એક ક્રિકેટર તરીકે તમે સમજો છો કે જીત અને હાર રમતનો હિસ્સો છે. ખાસ કરીને આ ફોર્મેટમાં હાર-જીતનું અંતર ખૂબ ઓછું હોય છે. બંને ટીમો વચ્ચે એશિયા કપ 2022માં બે મેચ થઈ હતી. ગ્રુપ મેચમાં ભારતીય ટીમ જીતી હતી. તો સુપર-4માં પાકિસ્તાની ટીમને જીત મળી હતી. હવે જોવાનું એ રહેશે કે T20 વર્લ્ડ કપમાં કઈ ટીમ બાજી મારે છે.

T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડી:

મોહમ્મદ શમી, શ્રેયસ ઐય્યર, રવિ બિશ્નોઇ, દીપક ચાહર.

પાકિસ્તાની ટીમ:

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, હૈદર અલી, હારિસ રઉફ, ઈફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, નસિમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ, ઉસ્માન કાદિર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp