અશ્વિન કેમ થયો રાજકોટ ટેસ્ટથી અચાનક બહાર? અસલી કારણ આવ્યું સામે

PC: cricbuzz.com

રાજકોટ ટેસ્ટમાં જેવો જ રવિચંદ્રન અશ્વિને જેક ક્રાઉલીને આઉટ કર્યો, તો તેની 500 વિકેટ પૂરી થઈ ગઈ, પરંતુ આ દરમિયાન મેચ બાદ રવિચંદ્રન અશ્વિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા કે તે રાજકોટ ટેસ્ટમાં આગળ નહીં રમે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પ્રેસ રીલિઝ જાહેર કરીને જણાવ્યું કે, અશ્વિનની ફેમિલી મેડિકલ ઇમરજન્સી છે, આ કારણે તે ટેસ્ટ મેચમાં અગાળ હિસ્સો નહીં હોય, પરંતુ હવે એવી વાત સામે આવી ગઈ છે કે આખરે રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટ છોડીને અચાનક ચેન્નાઈ કેમ ગયો?

આ બાબતે BCCIએ જ અપડેટ આપ્યું છે. BCCI તરફથી કહેવામાં આવ્યું છે કે, રવિચંદ્રન અશ્વિનના માતા ચિત્રાનું સ્વાસ્થ્ય ખરાબ છે. આ કારણે તે ટેસ્ટ મેચથી બહાર થયો છે. આ વાતની પુષ્ટિ BCCIના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ કરી. રાજીવ શુક્લાએ કહ્યું કે, સ્ટાર સ્પિનરના માતાના સ્વાસ્થ્યને લઈને X (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું કે, અશ્વિનના માતા જલદી સ્વસ્થ થવાની કામના કરું છું. તેમના માતા પાસે રહેવાસી માટે રાજકોટ ટેસ્ટ છોડીને ચેન્નાઈ જવું પડ્યું.

BCCIએ અશ્વિન બહાર થવાને લઈને એક અપડેટ આપ્યું હતું. BCCIએ એક પ્રેસ રીલિઝ કરીને કહ્યું હતું કે BCCI અને ટીમના સાથી ખેલાડી અને સ્ટાફ સહિત બધા સભ્ય અશ્વિન અને તેના પરિવારનો પૂરો સપોર્ટ છે. BCCIએ કહ્યું હતું કે ખેલાડીઓ અને તેમના પરિવારનું સ્વાસ્થ્ય સૌથી જરૂરી છે. BCCIએ પોતાની પ્રેસ રીલિઝમાં ફેન્સ અને અન્ય લોકોને એવી પણ અપીલ કરી છે કે તેઓ ખેલાડીઓ અને તેમના પરિવારની પ્રાઈવસી બનાવી રાખે કેમ કે તેઓ આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.

BCCI અને ટીમ અશ્વિનને એવી સ્થિતિમાં દરેક સુવિધા આપવાનું ચાલુ રાખશે. કોઈ પણ જરૂરિયાત હશે, તો તેના માટે અશ્વિન સાથે વાતચીત ચાલુ રહેશે. અશ્વિને રાજકોટ ટેસ્ટમાં 500 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો. રાજકોટ ટેસ્ટના બીજા દિવસે (16 ફેબ્રુઆરીએ) અશ્વિને જેક ક્રાઉલીને આઉટ કરીને 500 વિકેટ પૂરી કરી હતી. આ પ્રકારે તે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનારો બીજો ભારતીય બની ગયો. અશ્વિન અગાઉ માત્ર પૂર્વ દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે છે, જેમણે 619 વિકેટ લીધી છે.

અશ્વિન ન હોવાથી હવે ભારત પાસે માત્ર રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ બચ્યા છે. અશ્વિન ન હોવાથી મેચમાં મોટી અસર પડી શકે છે કેમ કે તે બેટ સાથે ટીમમાં એક ઓલરાઉન્ડરનું કામ કરે છે. અશ્વિને રાજકોટ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 89 બૉલમાં 37 રન બનાવ્યા, જેથી ભારતની પહેલી ઇનિંગ 445 રનોના મજબૂત સ્કોર સુધી પહોંચી શકી. રાજકોટ ટેસ્ટની છેલ્લી ઇનિંગમાં ભારતને તેની કમી અનુભવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp