સૌરવ ગાંગુલીના મતે એશિયા કપમાં આ ઓલરાઉન્ડર ખેલાડીને ટીમમાં સામેલ કરવાની જરૂર હતી
એશિયા કપ 2023 માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના નામ જાહેર કરવા માટે તાજેતરમાં ચીફ સિલેકટર અજીત અગરકરની આગેવાનીમાં દિલ્હીમાં એક બેઠક મળી હતી, જેમાં 17 સભ્યોના નામ જેહાર કરવામાં આવ્યા હતા.
પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે એશિયા કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે હાર્દિક પંડ્યાના બેકઅપ તરીકે શાર્દુલ ઠાકુરને સામેલ કરવો યોગ્ય નિર્ણય નથી. જો હાર્દિક પંડ્યાનો કોઈ બેકઅપ હોય તો તે શિવમ દુબે છે અને તેને એશિયા કપની ટીમમાં પસંદ થવો જોઈતો હતો.
ઓગસ્ટ મહિનાના અંતથી શરૂ થનારા એશિયા કપ 2023 માટે પસંદગીકારોએ ટીમ ઇન્ડિયાના 17 સભ્યોની પસંદગી કરી લીધી છે અને તેની જાહેરાત કરી દેવામાં આવી છે. એશિયા કપ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં કે એલ રાહુલ, શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓની વાપસી થઇ છે.તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિક્રેટમાં ડેબ્યુ કરનાર તિલક વર્માને પણ સ્થાન મળ્યું છે. ઉપરાંત શાર્દુલ ઠાકુરને પણ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
BCCIના પૂર્વ ચેરમેન સૌરલ ગાંગુલીનું માનવું છે કે એશિયા કપ ટીમમાં શિવમ દુબેનો સમાવેશ થવો જોઇએ. ગાંગુલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, એક નામ પર પસંદગીકારોએ જરૂરથી વિચાર કરવો જોઇતો હતો અને એ નામ છે શિવમ દુબે. ગાંગુલીએ કહ્યુ કે, શિવમ દુબે અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. તમને જો હાર્દિક પંડયાના બેકઅપની જરૂરત છે તો તેનું બેકઅપ શાર્દુલ ઠાકુર ન હોય શકે. શાર્દુલ ઠાકુર બિલુકુલ હાર્દિક પંડ્યાના બેકઅપ તરીકે ન ચાલી શકે.
સૌરવ ગાગુંલીએ આગળ કહ્યું કે, શિવમ દુબેની વાત કરીએ તો તેનું IPLમાં પણ પરફોર્મન્સ ઘણું સારું રહ્યું હતું. એ પછી ટીમ ઇન્ડિયામાં પણ તેનો સમાવેશ થયો હતો. અત્યારે શિવમ દુબે આર્યલેન્ડના પ્રવાસે છે અને ઇન્ડિયા- આર્યલેન્ડ વચ્ચે ચાલી રહેલી T-20 સીરિઝમાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે. શિવમ દુબે પાસે બોલિંગ કરાવવામાં આવી રહી છે. શિવમ દુબેને પાર્ટ-ટાઇમ બોલર તરીકે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
શિવમ દુબેએ જ્યારે ભારત માટે પોતાનું ડેબ્યુ કર્યુ હતું, ત્યારે તેને એક શ્રેષ્ઠ ઓલરાઉન્ડ તરીકે જોવામાં આવી રહ્યો હતો. જો કે એ પછી તેનું પ્રદર્શન ધારણા જેટલું સારું નહોતું રહ્યું.
એશિયા કપ 2023 31 ઓગસ્ટ 2023થી શરૂ થવાનો છે અને સપ્ટેમ્બર 2023ના દિવસે પુરો થવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp