એડમ ઝમ્પાએ IPL 2024 ન રમવાનું જણાવ્યું કારણ

PC: indianexpress.com

ઓસ્ટ્રેલિયન દિગ્ગજ સ્પિનર એડમ જંપાએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ન રમવાને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, કેમ પોતાનું નામ પરત લઈ લીધું. એડમ જંપાના જણાવ્યા મુજબ, 2023નું વર્ષ તેના માટે ખૂબ થકાવનારું હતું અને તેની અંદર વધુ એનર્જી બચી નહોતી. તે ઈચ્છતો હતો કે T20 વર્લ્ડ કપ માટે પોતાને રિફ્રેશ રાખે અને આ કારણે તેણે IPLમાં ન રમવાનો નિર્ણય લીધો. એડમ જંપાએ અંગત કારણોનો સંદર્ભ આપતા IPL 2024માંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું.

રાજસ્થાન રોયલ્સ (RR)એ તેને ઓક્શન અગાઉ 1.5 કરોડ રૂપિયાની રકમમાં રિટેન કર્યો હતો, પરંતુ ત્યારબાદ સમાચાર સાવ્યા કે જંપા આ વખત IPLમાં ન રમવાનો નિર્ણય લીધો છે. તેની જગ્યાએ રાજસ્થાન રોયલ્સે વધુ એક સ્પિન ઑલરાઉન્ડર કેશવ મહારાજને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. એડમ જંપા મુજબ, તેઓ ખૂબ થાકેલું અનુભવી રહ્યો હતો અને આ કારણે IPLમાંથી પોતાનું નામ પાછું લઈ લીધું.

ESPN ક્રિકઇન્ફો સાથે વાત કરતા તેણે કહ્યું કે, ઘણા બધા કારણ છે, જેના કારણે હું આ વર્ષે IPL ન રમી શક્યો. તેણે વધુમાં કહ્યું કે, સૌથી મોટું કારણ એ છે કે આ વર્ષે T20 વર્લ્ડ કપ થવાનો છે અને વર્ષ 2023થી જ હું ખૂબ થાકેલો અનુભવી રહ્યો હતો. મેં ગયા વર્ષે આખી IPL રમી હતી. ત્યારબાદ વર્લ્ડ કપ માટે 3 મહિના સુધી ભારતમાં રહ્યો. હું આ વખત પણ IPL રમવા માગતો હતો અને મારી પૂરી ઈચ્છા હતી કે હું ટીમ માટે રમુ.

જો કે, મને લાગ્યું કે હું રાજસ્થાન રોયલ્સ માટે પોતાનું બેસ્ટ નહીં આપી શકું અને વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા IPLમાંથી નામ પાછું લેવાનું જ યોગ્ય લાગ્યું. જંપાએ કહ્યું કે, મારે પોતાની બોડી અને મેન્ટલ હેલ્થનું ધ્યાન આપવાનું હતું. એવા સમયમાં જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમમાં જગ્યા બનાવવા માટે હું સંઘર્ષ કરી રહ્યો છું, મારા માટે 9 અઠવાડિયા ભારતમાં વિતાવવા સરળ નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp