Australian Open 2019: 20 વર્ષના સિસિપાસ સામે હાર્યા ચેમ્પિયન ફેડરર, સપનું તૂટ્યુ

PC: indianexpress.com

20 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોજર ફેડરરને સતત ત્રીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન શીર્ષકનું સપનું રવિવારે મેલબોર્નના રોડ લેવર એરીનામાં ધ્વસ્ત થઈ ગયું છે. દુનિયાના ત્રીજા નંબરના ખેલાડી ફેડરરને 20 વર્ષના સ્ટેફનોસ સિસિપાસે 6-7, 7-6, 7-5, 7-6થી હરાવીને ટુર્નામેન્ટથી બહારનો રસ્તો બતાવ્યો છે. ટુર્નામેન્ટમાં 14માં નંબરના ખેલાડી સ્ટેફનોસ સિસિપાસે લોકોને ચોંકાવતા ટુર્નામેન્ટમાં મોટો ઉલટફેર કરી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

ગ્રીસમાં જન્મેલા સ્ટેફનોસ સિસિપાસ હાલમાં સાઇપ્રસમાં રહે છે. આ ટુર્નામેન્ટ પહેલા તેમણે વિમ્બલડનમાં પણ પ્રીક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ આ પહેલા તે કોઈ ગ્રાન્ડ સ્લેમના ક્વાર્ટર ફાઈનલમાં નથી પહોંચ્યો. સિસિપાસનો જન્મ તેજ વર્ષે થયો હતો જ્યારે ફેડરરે પેશેવર ટેનિસમાં પર્દાપણ કર્યું હતું. ફેડરરને અહીં અંતિમ વખત 2016માં હારનો સામનો કરવો પડ્યો હતોય જ્યારે નોવાક જોકોવિચે તેમણે સેમીફાઈનલમાં હરાવ્યા હતા.

ફેડરર ઓસ્ટ્રેલિયન ઓપન શીર્ષકને સાતમી વખત જીતવાના સપના સાથે રમી રહ્યો હતો. ફેડરર, નોવાક જોકોવિચ અને રાય એમરસને ઓસ્ટ્રેલિયા ઓપનને 6-6 વખત જીતી છે. ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી એમરસને ઓપન-એરાથી પ્રથમ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

બીજી બાજુ દુનિયાના નંબર-2 ખેલાડી સ્પેનના રાફેલ નડાલનો વર્ષના પહેલાથી ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં શાનદાર પ્રદર્શનનો સિલસિલો યથાવત હતો. રાફેલ નડાલે રવિવારે મેલબોર્નમાં દમદાર પ્રદર્શન કરતા ચેક ગણરાજ્યના થોમસ બર્ડિચને 6-0, 6-1, 7-6થી માત આપી હતી. આ મુકાબલો બે કલાક અને પાંચ મિનીટ સુધી ચાલ્યો. તેમણે 11મી વખત આ ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp