બાપુએ જણાવ્યું સૂર્યાના કેપ્ટન બનવાથી કેવો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ભારત અને શ્રીલંકન ટીમ વચ્ચે 3 મેચોની T20 ઇન્ટરનેશનલ સીરિઝની શરૂઆત 27 જુલાઇથી થવા જઇ રહી છે. આ સીરિઝ માટે સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને T20 ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી ન આપવાને લઇને ઘણા સવાલ પણ ઉઠ્યા, પરંતુ સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સીની જવાબદારી મળવાથી ભારતીય ટીમના બધા ખેલાડી ખુશ છે. તેનો ખુલાસો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે કર્યો છે.
અક્ષર પટેલે સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમનો નવો કેપ્ટન બનવવાને લઇને સપોર્ટ કર્યો અને તેને બોલર્સનો કેપ્ટન કહ્યો. અક્ષર પટેલે ESPN ક્રિકઇન્ફો સાથે વાતચીત કરતા કહ્યું કે, મેં સૂર્યકુમાર યાદવ સાથે ઘણો સમય વિતાવ્યો છે. સૂર્યા ભાઇ એક ખુશ મિજાજ વ્યક્તિ છે. તે મહોલને જીવંત રાખે છે, મિમિક્રી કરવી અને એવી જ મજેદાર વસ્તુ કરવાનું પસંદ કરે છે. મને ખબર છે કે તે મહોલને શાંત રાખશે. ઉલ્લેખનીય છે કે અક્ષર પટેલ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘર આંગણે રમાયેલી 5 મેચોની T20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીવાળી ટીમનો હિસ્સો હતો.
તેણે કહ્યું કે, સૂર્યકુમાર યાદવ બોલરોને ખૂબ આઝાદી આપે છે અને તેને આશા છે કે હવે જ્યારે સૂર્યકુમાર યાદવે પૂર્ણકાલીન કેપ્ટન્સી સંભાળી છે તો તેમાં કોઇ બદલાવ નહીં આવે. અક્ષર પટેલે આગળ કહ્યું કે, મેં હાલમાં જ 5 મેચોની એક T20 સીરિઝ રમી હતી. જ્યારે તે કેપ્ટન હતો. હું જાણું છું કે તે એક બોલરોના કેપ્ટન છે. તે બોલરોને એ ફિલ્ડ આપે છે જે તેઓ માગે છે. મારી સાથે પણ એવું જ હતું. મને નથી લાગતું કે ઘણા બધા બદલાવ થશે. હવે અમે તેની કેપ્ટન્સીમાં રમતા તેની માનસિકતા બાબતે જાણીશું. અક્ષર પટેલે કહ્યું કે, તમે એક પ્રવાસથી કોઇની કેપ્ટન્સીનો અંદાજો નહીં લગાવી શકો. જ્યારે અમે હજુ વધારે રમીશું તો અમે તેની કેપ્ટન્સી શૈલી બાબતે વધુ જાણકારી મળશે.
શ્રીલંકા પ્રવાસ માટે ભારતની T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપકેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, ખલીલ અહમદ અને મોહમ્મદ સિરાજ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp