શું સૂર્ય કુમારે કોહલી સાથે કર્યું કપટ? અક્ષર પટેલે આ સવાલ કેમ કર્યો

PC: x.com/BCCI

T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8ના પોતાની પહેલી મેચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 47 રનથી હરાવી દીધી. મેચના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો. સૂર્યકુમાર યાદવે 28 બૉલમાં 53 રનની તોફાની ઇનિંગ રમી. આ દરમિયાન 5 ફોર અને 3 સિક્સ પણ લગાવ્યા. મેચ બાદ અક્ષર પટેલે સૂર્યકુમાર યાદવ સાથે વાતચીત કરી. આ દરમિયાન અક્ષર પટેલે સૂર્યકુમાર યાદવને એક ચોંકાવનારો સવાલ પૂછ્યો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયોમાં અક્ષર પટેલે સૂર્યકુમાર યાદવને પૂછ્યું કે, 10મી ઓવરમાં બ્રેક દરમિયાન વિરાટ કોહલીએ શું સલાહ આપી હતી. તેના પર સૂર્યકુમાર યાદવે કહ્યું કે, ‘વિકેટ 160વાળી લાગી રહી હતી. શરૂઆતમાં જ્યારે બેટિંગ કરી રહ્યા હતા તો એવું જ લાગી રહ્યું હતું. ડ્રિંક્સ બાદ મેં વિચાર્યું કે જો હું સારું સ્ટાર્ટ કરું છું અને કેટલીક બાઉન્ડ્રી મારું છું તો સરળ થઈ જશે. આગામી બેટ્સમેનો માટે પણ સરળ થઈ જશે. તેના પર અક્ષર પટેલે કહ્યું કે, પછી તે તો વિરાટ ભાઈ સાથે કપટ કરી દીધું, ત્યારબાદ બંને જોર શોરથી હસવા લાગ્યા.

સૂર્યકુમાર યાદવે જવાબમાં કહ્યું કે, મેં વિરાટ ભાઈ સાથે કપટ કર્યું નથી. અમે એ જ વિચાર્યું હતું કે છેલ્લી 4 ઓવર માટે વધારે નહીં જોઈએ. જો આપણે સારી બેટિંગ કરી રહ્યા છીએ, સારા શૉટ લગાવી રહ્યા છીએ તો આપણે એવી જ રીત બેટિંગ કરતા રહીશું. જો આપણે એ સ્કોરને 16-17 ઓવરમાં બનાવી લઈએ છીએ તો કેમ નહીં. ખબર હતી કે ત્યારબાદ રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ બેટિંગ માટે આવવાના છે. અક્ષર 6 બૉલમાં 15, 8 બૉલમાં 12 રન જેવી ઈનિંગ્સ રમે છે. તેણે કહ્યું કે, અમને ખબર હતી કે જો આપણે 160-165 રન બનાવ્યા તો આગામી ખેલાડી સારું ફિનિશ કરી દેશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ સુપર 8ની મેચો રમી રહી છે અને તેણે સુપર 8ની પહેલી મેચ અફઘાનિસ્તાન સામે રમી હતી. જેમાં ભારતીય ટીમે 47 રનથી જીત હાંસલ કરી હતી. તેની આગામી મેચ 22 જૂન એટલે કે આજે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે 24 જૂને મેચ રમાશે. જો આજે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે મેચ જીતી લે છે તો પછી સેમીફાઇનલમાં જવાનું નક્કી થઈ જશે અને આજે હારે છે તો ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીતવી ફરજિયાત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp