પાકના પૂર્વ કેપ્ટને જાડેજાને ગણાવ્યો અક્ષર પટેલ કરતા શ્રેષ્ઠ, આપ્યું આ કારણ

PC: google.com

ભારતે દુનિયાને ઘણા દિગ્ગજ સ્પિનર આપ્યા છે. ભારતીય ટીમનો સ્પિન વિભાગ ફેન્સ, ક્રિકેટરો અને વિશેષજ્ઞો વચ્ચે હંમેશાં ચર્ચાનો વિષય હોય છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે ભારતીય ટીમના હાલના સ્પિનરોને લઈને પોતાના વિચાર વ્યકત કર્યા છે. તેણે ભારતીય ટીમના સીનિયર સ્પિનર રવીન્દ્ર જાડેજા અને ભારતીય ટીમનો ભવિષ્ય કહેવાતો સ્ટાર સ્પિનર અક્ષર પટેલ વચ્ચે તુલના કરી છે. તેનું માનવું છે કે રવીન્દ્ર જાડેજા અક્ષર પટેલથી સારો સ્પિનર છે.

સલમાન બટ્ટે પોતાની ઓફિશિયલ ચેનલમાં અપલોડ કરેલા વીડિયોમાં કહ્યું છે કે, અક્ષર પટેલ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે પરંતુ રવીન્દ્ર જાડેજા એક સંપૂર્ણ ખેલાડી છે. પછી તે બેટિંગ હોય, બોલિંગ હોય કે ફિલ્ડિંગ. તે એક શાનદાર ટીમ મેન છે. તો નિશ્ચિતરૂપે જ્યારે એક ખેલાડી જાય છે તો તેના કારણે કોઈ બીજા ખેલાડીને સામેલ કરવામાં આવે છે. તેણે આગળ કહ્યું કે, આ બંને ખેલાડી એક લીગમાં નથી કારણ કે રવીન્દ્ર જાડેજા વર્તમાનમાં સારો વિકલ્પ છે.

 

તેણે કહ્યું કે, જો તમારી પાસે રવીન્દ્ર જાડેજા નથી તો તમારી પાસે અક્ષર પટેલ છે પરંતુ, હાલમાં મને નથી લાગતું કે અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા એક જ લીગમાં છે. અક્ષર પટેલ ખૂબ જ પ્રતિભાશાળી છે અને ભવિષ્યમાં તે જગ્યા લઈ શકે છે પરંતુ, રવીન્દ્ર જાડેજા આ સમયે સારો વિકલ્પ છે. સલમાન બટ્ટે ભારતીય ટીમના નવા કોચ રાહુલ દ્રવિડના વખાણ કર્યા. તેમની કોચિંગમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરિઝમાં ક્લીન સ્વીપ કરી. રાહુલ દ્રવિડના નજરિયાના સલમાન બટે વખાણ કર્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ કાનપુરના ગ્રીન પાર્કમાં આજથી શરૂ થઈ ગઈ છે.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની ટેસ્ટ ટીમ:

અજિંક્ય રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પૂજારા, સૂર્યકુમાર યાદવ/કે.એલ. રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર, ઋદ્ધિમાન શહા, કે.એસ. ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp