મોઢા પર ટેપ લગાવી મેદાનમાં બેટિંગ કરવા આવ્યો આ ખેલાડી, કારણ જાણી કુંબલે...

PC: aajtak.in

વિજય હાજરે ટ્રોફીની પહેલી સેમીફાઇનલ મેચમાં હરિયાણાની ટીમે તામિલનાડુની ટીમને 63 રને હરાવી દીધી. હિમાંશુ રાણાની નોટઆઉટ સદી અને અંશુલ કંબોજની શાનદાર બોલિંગની મદદથી હરિયાણાએ પોતાનું વિજય અભિયાન ચાલુ રાખતા 13 ડિસેમ્બરે અહી 5 વખતની ચેમ્પિયન તામિલનાડુની ટીમને 63 રને હરાવીને પહેલી વખત વિજય હજારે ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ મેચમાં સૌથી મોટી હાઇલાઇટ રહી તામિલનાડુની ટીમના ખેલાડી બાબા ઇન્દ્રજીતની ઇનિંગ, જેણે 64 રન બનાવ્યા.

તેની ટીમ ભલે મેચ હારી ગઈ, પરંતુ ઝનૂન સાથે બાબા ઇન્દ્રજીતની બેટિંગને આજીવન યાદ રાખવામાં આવશે. આ મેચ દરમિયાન તેના હોઠ ફાટી ગયા હતા. બાબા ઇન્દ્રજીતના પ્રદર્શનને જોઈને વર્ષ 2002ના અનિલ કુંબલેની યાદ આવી ગઈ, જ્યારે તેમણે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ એન્ટિગા ટેસ્ટમાં જબડું તૂટવા છતા બોલિંગ કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે આ કારણે તેનું લોહી વહેવાનું ચાલુ થઈ ગયું હતું. ત્યારબાદ તે તામિલનાડુના રનચેઝ દરમિયાન મોઢા પર ટેપ લગાવીને બેટિંગ કરવા આવ્યો.

જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તામિલનાડુની ટીમે 2 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. ત્યારબાદ તે 192ના સ્કોર પર 7મી વિકેટના રૂપમાં આઉટ થયો. બાબા ઇન્દ્રજીત ભલે આઉટ થઈ ગયો અને તેની ટીમ 64 રનોથી આ મેચ હારી ગઈ પરંતુ તેના આ ઝનૂને દેખાડી દીધું કે તે હકીકતમાં દિલેરી દેખાડનાર ખેલાડી છે. આ અગાઉ હરિયાણાએ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 293 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં રમવા ઉતરેલી તામિલનાડુની ટીમ 47.1 ઓવરમાં 230 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ફાસ્ટ બોલર કંબોજે પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શ કરતા 30 રન આપીને 4 વિકેટ લીધી.

હરિયાણા ફાઇનલમાં રાજસ્થાન અને કર્ણાટક વચ્ચે ગુરુવારે થનારી બીજી સેમીફાઇનલ વિજેતા સાથે ટકરાશે. ફાઇનલ શનિવારે રમાશે. બાબા ઇન્દ્રજીત, બાબા અપરાજીતનો જોડિયો ભાઈ છે. બાબા અપરાજીત વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયામાં અંડર-19 વર્લ્ડ કપના શાનદાર રમ્યો હતો. તેણે ભારત અંડર-19ની ફાઇનલ જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વાત જો બાબા ઇન્દ્રજીતની હોય તો તે અત્યાર સુધી 66 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 51.85ની એવરેજથી 4,511 રન બનાવ ચૂક્યો છે. તો ઇન્દ્રજીતે 60 લિસ્ટ-A મેચોમાં 47.55ની એવરેજથી 1617 રન બનાવ્યા છે.

બાબા ઇન્દ્રજીતે પોતાના ઝનૂનથી ભારતીય ટીમના પૂર્વ સ્પિનર અનિલ કુંબલેની યાદ અપાવી દીધી. વર્ષ 2002માં કુંબલેએ તૂટેલા જબડા સાથે બોલિંગ કરી હતી. ભારતીય ટીમ સામે ત્યારે મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ હતી. આ મેચ એન્ટિગામાં રમાઈ રહી હતી. આ મેચમાં અનિલ કુંબલે તૂટેલા જબડા સાથે મેદાન પર બોલિંગ કરવા ઉતર્યા હતા. ત્યારે એ મેચમાં અનિલ કુંબલેએ વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાને આઉટ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp