T20 WCથી પાકિસ્તાન બહાર થયા બાદ શાહિદ આફ્રિદીના ખુલાસાએ મચાવ્યો હાહાકાર

PC: x.com/TheRealPCB

પાકિસ્તાનની ટીમ સુપર 8 રાઉન્ડમાં પહોંચી શકી નથી. પાકિસ્તાન T20 વર્લ્ડ કપથી બહાર થયા બાદ ફેન્સ ખૂબ નારાજ છે. પૂર્વ દિગ્ગજ પણ પાકિસ્તાની ટીમને લઈને પોતાના વિચાર રાખી રહ્યા છે. તો પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન T20 વર્લ્ડ કપથી બહાર થવા પર પ્રતિક્રિયા આપી છે. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા શાહિદ આફ્રિદીએ બાબર આઝમની ક્લાસ લઈ લીધી. પૂર્વ ક્રિકેટર આફ્રિદીનું માનવું છે કે જ્યારે શાહીન ટીમનો કેપ્ટન બન્યો હતો, તો તેને ટીમ અને કેપ્ટન તરફથી કોઈ પ્રકારનો કોઈ સપોર્ટ ન મળ્યો. જેના કારણે જ શાહીન આફ્રીદીને પદ છોડવું પડ્યું હતું.

શાહિદ આફ્રિદીએ સીધી રીતે કહ્યું કે, ટીમમાં જૂથબંદી થઈ, જેના કારણે જ આજે પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપથી બહાર છે. શાહિદ આફ્રિદીએ પોતાની વાત રાખતા કહ્યું કે, જો શાહીનની કેપ્ટન્સી પર નિર્ણય થઈ ચૂક્યો હોત, તમે કહી ચૂક્યા હોત કે તે T20 વર્લ્ડ કપ સુધી કેપ્ટન બન્યો રહેશે, તો મને લાગે છે કે બાબર આઝમે શાહીન આફ્રિદીનું સમર્થન કરવું જોતું હતું અને કહેવું જોઈતું હતું કે નહીં, જો તમે તેને કેપ્ટન બનાવ્યો છે તો અમે તેની કેપ્ટન્સીમાં રમવા તૈયાર છીએ, કેમ કે શાહીન લાંબા સમયથી મારી સાથે રમી રહ્યો છે. જો તેને કેપ્ટન બનાવવામાં આવે છે અને સિલેક્શન સમિતિએ તેને કેપ્ટન બનાવ્યો છે તો હા હું તેનું સમર્થન કરીશ અને તેની કેપ્ટન્સીમાં રમીશ.

પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડરે પોતાની વાત આગળ લઈ જતા કહ્યું કે, બાબર આઝમે આ જ વલણ અપનાવવું જોઈતું હતું. બાબર આઝમનું સન્માન વધી ગયું હોત, જો તે શાહીન આફ્રિદી સાથે જ આગળ ચાલતો. પરંતુ એ પૂરી રીતે બાબરની ભૂલ નહોતી કેમ કે કેટલાક દોષ સિલેક્શન સમિતિના પણ છે કેમ કે રેકોર્ડ પર કેટલાક સિલેક્ટર્સે કહ્યું કે, બાબરને કેપ્ટન્સી કરવાનું આવડતું નથી.

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પોતાની પહેલી મેચ અમેરિકા વિરુદ્ધ રમી હતી, જેમાં નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. તો ભારતીય ટીમ સામે પણ પાકિસ્તાનને હારવું પડ્યું હતું. આ એક લો સ્કોરિંગ મેચ હોવા છતા પાકિસ્તાનને હાર મળી હતી. સતત 2 મેચમાં મળેલી હારે પાકિસ્તાની ટીમની સ્થિતિ ખરાબ કરી દીધી હતી. જો કે, કેનેડા વિરુદ્ધ પાકિસ્તાનને જીત મળી, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. અમેરિકાની ટીમના વધારે પોઇન્ટ્સ હોવાના આધાર પર સુપર 8માં ક્વાલિફાઈ કરવામાં સફળ રહી. આમ પાકિસ્તાનની ટીમ પોતાની અંતિમ લીગ મેચ 16 જૂન આયરલેન્ડ વિરુદ્ધ રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp