USA સામે શરમજનક હાર બાદ બાબરનું છલકાયું દર્દ, જાણો કોના પર ફોડ્યો ઠીકરો

PC: sports.ndtv.com

યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા (USA)એ પાકિસ્તાનને હરાવીને મેન્સ T20 વર્લ્ડ કપ 2024નો સૌથી મોટો ઉલટફેર કર્યો છે. 6 જૂન એટલે કે ગુરુવારે ડલાસના ગ્રેન્ડ પ્રેયરી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને ટોસ હારીને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા, જવાબમાં અમેરિકન ટીમે પણ સીમિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા અને મેચ ટાઈ થઈ ગઈ. મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરનો સહારો લેવામાં આવ્યો, જેમાં અમેરિકન ટીમે જીત હાંસલ કરી. અમેરિકાએ સુપર ઓવરમાં 18 રન બનાવ્યા, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 13 રન જ બનાવી શકી.

પાકિસ્તાની ટીમની હાર બાદ કેપ્ટન બાબર આઝમ નિરાશ નજરે પડ્યો. બાબર આઝમે હાર માટે બેટ્સમેનો સાથે સાથે પોતાના બોલરોને પણ જવાબદાર ઠેરવ્યા. બાબર આઝમે કહ્યું કે, તેમની ટીમ આ મેચમાં બેટ અને બૉલ બંનેથી સાધારણ સાબિત થયા. બાબર આઝમે એમ પણ કહ્યું કે, તેની ટીમ સ્થિતિનું આકલન કરવામાં નિષ્ફળ રહી. બાબર આઝમે મેચ બાદ કહ્યું કે, અમે બેટિંગ દરમિયાન 6 ઓવર્સ (પાવરપ્લે)નો ફાયદો ન ઉઠાવ્યો. વિકેટ સતત પડવાથી ટીમ દબાવમાં આવી ગઈ. અમે સારી પાર્ટનરશિપ ન બનાવી શક્યા.

તેણે આગળ કહ્યું કે, અમારા સ્પિનર્સ પણ વચ્ચેની ઓવરોમાં વિકેટ ન લઈ શક્યા, જેનું પરિણામ ભોગવવું પડ્યું. જીતનો સંપૂર્ણ શ્રેયા અમેરિકાને જાય છે, જે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં અમારાથી સારું રમી. પીચમાં થોડી ભેજ હતી, જેનું અમે યોગ્ય આકલન ન કરી શક્યા. અમારી ટીમ પાસે સર્વશ્રેષ્ઠ બોલર છે એટલે આ સ્કોરનો બચાવ કરવો જોઈતો હતો. બાબરે માન્યું કે તેની ટીમની બોલિંગને જોતા આ સ્કોર સારો હતો.

બીજી તરફ અમેરિકન ટીમના કેપ્ટન મોનાંક પટેલે કહ્યું કે, તેની ટીમને વિશ્વાસ હતો કે પાકિસ્તાનને જો ઓછા સ્કોર પર રોક્યા બાદ તેઓ મેચ જીતી લેશે. તેણે કહ્યું કે, ટોસ જીત્યા બાદ અમે જે પ્રકારે પહેલી 6 ઓવર્સમાં બોલિંગ કરી અને તેના બેટ્સમેનોને શાંત રાખ્યા, અમને વિશ્વાસ હતો કે અમે જીતી શકીએ છીએ. બસ સારી પાર્ટનરશિપની જરૂરિયાત હતી. વર્લ્ડ કપ રમવાનો અવસર વારંવાર મળતો નથી. અમે દરેક બૉલ પર સારું રમવા માગીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp